આજરોજ કુકાવાવ ના ભુરખિયા હનુમાન મંદિર ખાતે તાલુકાના આરોગ્ય કર્મીઓની આરોગ્ય લક્ષી બેઠક યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે બદલી થઈને આવતા ડોક્ટર પ્રકાશ સાવલિયાને આવકારવામાં આવ્યા હતા
આ તકે તાલુકા આરોગ્ય કચેરીના મગન ભુવા એ તમામ આરોગ્ય પ્રવૃત્તિઓનો ચીતાર રજૂ કર્યો હતો સાથે સાથે નવ નિયુક્ત તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સાવલિયાએ આરોગ્યના તમામ પ્રોગ્રામો ઉપર મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, સીએચઓ, અને આરોગ્ય કર્મચારીઓ સાથે જીણવટ ભરી સમીક્ષા કરી હતી આગામી દિવસોમાં આરોગ્યના તમામ ઇન્ડિકેટર સારી રીતે પૂર્ણ થઈ શકે અને આરોગ્યની તમામ સેવાઓ ગામડાના છેવાડાના માનવી સુધી યોગ્ય સમયે પહોંચી શકે એ ઉપર ભાર મૂક્યો હતો કાર્યક્રમના અંતમાં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ભૂમિ બાલધા ઉચ્ચ અભ્યાસ અર્થે આ તાલુકા માંથી વિદાય લેતા તેમને સાલ ઓઢાડી સન્માનિત કરી સેવા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું


