છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમાકુના વેપારીને અલીરાજપુરથી છોટાઉદેપુર તરફના નેશનલ હાઇવે રોડ ઉપર નાની સઢલી થી ચીસાડીયા ગામ વચ્ચે તા.૧૭/૦૮/૨૦૨૩ રાત્રીના કલાક.૧૦/૦૦ વાગ્યાથી કલાક ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન એક બોલેરો ગાડી રજી નં.GJ-34-H-4196 મા આવેલ ચાર ઇસમો દ્વારા વેપારીને માર મારી રોકડ રૂપીયા.૪,૦૦,૦૦૦/- તેમજ વેપારીના મોબાઇલની લુંટ કરી ભાગી જતા જે અંગે રંગપુર પો.સ્ટે.માં ગુનો દાખલ કરી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં લુંટ/ઘાડ જેવા ગંભીર ગુના અટકાવવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એન.એમ.ભુરીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા ગુનાના કામે લુંટ કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડીને પોકેટકોપ મોબાઇલની મદદથી સર્ચ કરી ગાડી માલીકની માહીતી મેળવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા હ્યુમન રીસોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા તથા અંગત બાતમીદાર થકી અલગ-અલગ દીશામા તપાસ કરી ગુનામાં સંડોવાયેલ તમામ ચાર આરોપીઓને ૧) રાજુભાઇ શંકરભાઇ રાઠવા રહે.વાગલવાડા તા.જી.છોટાઉદેપુર (૨) ઉમેશભાઇ લેરીયાભાઇ રાઠવા રહે.કટારવાંટ તા.જી.છોટાઉદેપુર
(૩) કરસનભાઇ નાયકાભાઇ ચૌહાણ(ભીલાલા) રહે.મોટી વડોઇ તા.કઠ્ઠીવાડા .અલીરાજપુર
(૪) ભરતભાઇ બાબુભાઇ રાઠવા રહે.ચીસાડીયા પુજારી તા. જી.છોટાઉદેપુર ગણતરીના કલાકોમાં પકડી પાડી તેઓ પાસેથી લુંટ કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડી રજી નંબર.GJ-34-H-4196 તથા લુંટ કરેલ રોકડા રૂપિયા.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- સાથે કુલ કિંમત રૂ.૪,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


