જૂનાગઢ કૃષિ યુનિ. માં ખેતીવાડી ખાતાના સૈારાષ્ટ્ર વિસ્તારના અધિકારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળ તાલીમ અને મુલાકાત યોજનાં કાર્યરત છે. આ યોજનાની તાલીમ બે ભાગમાં આપવામાં આવે છે. વર્ષમાં દ્વિમાસિક તાલીમ કાર્યશાળા પાંચ વખત તથા પૂર્વમોસમી તાલીમ કાર્યશાળા બે વખત યોજવામાં આવે છે. આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ બે દિવસ ખેતીને લગતી અદ્યતન તાલીમ મેળવે છે. આ અંતર્ગત દ્વિમાસિક તાલીમ કાર્યશાળામાં ૫૮ જેટલા ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ હાજર રહયા હતા.
કુલપતિ શ્રી ડો વી.પી.ચોવટીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રારંભમાં કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવએ ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓએ હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી ખેડૂતોને માર્ગદર્શિત કરવા અનુરોધ કર્યો હતો. આ તાલીમમાં વધુ વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી સમય નિંદણ નિયંત્રણ તેમજ નિંદામણ નાશક દવાનો સમજ પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર આપવામાં આવ્યો હતો.
સંયુકત ખેતી નિયામક રાજકોટ અને જૂનાગઢના શ્રી એસ.કે.જોષીએ દરેક જીલ્લાની પાક પરિસ્થિતિ અને વાવેતર વિસ્તાર અંગેની માહિતી મેળવી હતી. તેમજ સૌરાષ્ટ્ર નાં જુદા જુદા જીલ્લામાંથી આવેલ ખેતીવાડી ખાતાના અધિકારીઓ હાજર રહયા હતા. હાલની પરીસ્થિતિને ધ્યાને રાખીને વરસાદ આધારીત વિવિધ ખેતી પાકો માટે આયોજન, કઠોળ પાક, ચોમાસુ પાકમાં સંકલીત નિંદણ નિયંત્રણ, પાક સંરક્ષાણ અને તેની ઉપયોગીતા માટે ચાવીરૂપ મુદાઓ વગેરેની કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ જાણકારી આપી હતી. આ તાલીમમાં ખેતીની નવીનતમ તજજ્ઞતાને પણ સમાવવામાં આવી હતી. સમગ્ર તાલીમનું સંકલન અને સંચાનલ ડો.બી.એન.કલસરીયા, વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીએ કર્યુ હતુ.
