Gujarat

બોડેલી પોલીસ સ્ટેશનના ચુંદેલી ગામ પાસેથી કિ.રૂ.૧,૨૪,૧૪૯/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.  

ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….જે અન્વયે આર.એસ.ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે બોડેલી પોલીસ સ્ટેશનના ચુંદેલી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૧,૨૪,૧૪૯/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની એક્સ એલ-૬ ગાડી જેનો રજી નં.GJ-06-PH-1426 ને ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230706-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *