અમદાવાદમાં ચોર ટોળીએ લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી કઇંક અલગ પ્રકારની હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગાડીઓની ચોરી કરનાર માસ્ટર માઈન્ડ એવા ઉત્તરપ્રદેશમાં મેરઠના અશરફસુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરીને આંતરરાજ્ય વાહન ચોરી અને પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના વાહન ચોર સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમની ગેગમાં ૨૦થી વધુ સભ્યો છે. જેઓ કાર ચોરી કરતા હતા અને ત્યાર બાદ પકડાયેલ આરોપી અશરફસુલતાન અને ઈરફાનને આપતા હતા. આ ગાડીના બદલામાં આરોપીઓ પોતના સાગરીતોને ૩ થી ૪ લાખ રૂપિયા આપતા હતા અને આરોપીઓ અરુણાચલ પ્રદેશ, આસામ , નાગાલેન્ડ અને અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી ના લેટર તથા પાસીંગ કરાવીને કાર વેચી દેતા હતા. આ આરોપી અમદાવાદના એક ડીલરને ગાડી વેચવા આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયા. લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગ જુદા જુદા રાજ્યોમાં કારના સુરક્ષાને ડી કોડ કરીને ૫૦૦થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલી છે. કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા. ત્યાર બાદ આરોપીઓ ગાડીઓના એન્જીન ચેસીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી દેતા હતા. જે સેવન સિસ્ટર રાજ્યોના ઇ્ર્ંના અધિકારીની મિલીભગતથી ર્દ્ગંઝ્ર લેટર બનાવીને ઇ્ર્ં પાસીંગ કરાવતા હતા. આ ગેંગ એક રાજ્યમાં ગાડીઓ ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં વેચાણ કરતી હતી. જાે કે ચોરીની ગાડીઓના ફોટો સોસીયલ મીડિયા મારફતે ગ્રાહકોને મોકલતા હતા અને ગાડીના વેચાણ કરવા ફ્લાઈટ માં ડીલ કરવા જતા હતા. મહત્વનુ છે કે આ આરોપીઓ પોતાના ટ્રાવેલીગ ચાર્જ જેમાં રહેવા અને જમવાનો ખર્ચ વસુલતા હતા. આ પ્રકારે ગેંગ દ્વારા ૫૦૦થી વધુ લક્ઝ્યુરિયસ ગાડીઓ ચોરી કરી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલકઝાર જેવી લક્ઝ્યુરિયસ ગાડીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ એક અહેવાલ અનુસાર દિલ્હીમાં ૧૨ મિનિટમાં એક ગાડી ચોરી થાય છે. આ ગેંગ દ્વારા છેલ્લા ૩ વર્ષથી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં અસંખ્ય ગાડીઓ ચોરી કરી છે. જાે કે દિલ્હી શહેરની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢ વર્ષથી અશરફ સુલતાને શોધી રહી હતી. આરોપી અશરફસુલતાન અગાઉ ૭ જેટલા ગુનામાં ઝડપાયો હતો. જયારે ઈરફાન પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ૧.૩૨ કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ સાથે સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

