Delhi

અજિત અગરકરે ચીફ સિલેક્ટર બનતાની સાથે જ કડક પગલાં લીધા

નવીદિલ્હી
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય સીલેક્ટર બનાવવામાં આવ્યા છે. મ્ઝ્રઝ્રૈંએ ૪ જુલાઈ મંગળવારે જ આની જાહેરાત કરી હતી. માત્ર ૧ દિવસ પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની ૫ મેચની ્‌૨૦ શ્રેણી માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. અજીત અગરકર મુખ્ય સીલેક્ટર તરીકેના પોતાના સોલીડ ર્નિણયો લેવા માટે જાણીતા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના મુખ્ય પસંદગીકાર તરીકે તેમણે કેટલાક મોટા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા હતા. વિવાદ બાદ અજીત સહિત સમગ્ર પસંદગી સમિતિએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ટીમ ઈન્ડિયાની પ્રથમ પસંદગીમાં પણ કેટલાક કઠિન ર્નિણયોની ઝલક જાેવા મળી છે. ભારતીય ટીમના વરિષ્ઠ ખેલાડી ર્ંડ્ઢૈં અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માની સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ્‌૨૦ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ઓસ્ટ્રેલિયામાં ૈંઝ્રઝ્ર ્‌૨૦ વર્લ્ડ કપ બાદથી રનઆઉટ થઈ રહ્યા છે. અગાઉ બંનેએ આરામ માટે કહ્યું હતું પરંતુ હવે એવું લાગે છે કે આ પસંદગીકારો દ્વારા લેવામાં આવેલ પગલું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જાેરદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦ ટીમમાં તક આપવામાં આવી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં જાેરદાર બેટીંગ કરનાર યશસ્વી જયસ્વાલે ટેસ્ટ બાદ ્‌૨૦ ટીમમાં પણ જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે ધડાકો કરનાર તિલક વર્માની પણ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે. ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં યુવાનોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાનની સાથે મુકેશ કુમારને તક આપવામાં આવી છે. ભારતીય ટીમની ર્ંડ્ઢૈં અને ટેસ્ટ પ્લેયિંગ ટીમના કોઈપણ સિનિયરની ટી૨૦ ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *