મેરીટાઇમ સેક્ટરની સમગ્ર પ્રગતિને લગતા મહત્વની બાબતો પર વિશેષ ભાર આપવામાં આવ્યો.
કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનેલાલ એ બે દિવસીય સમિટ ના અંતે મીડિયા કર્મીઓ સાથે કરી વાતચીત
ગુજરાત નું કંડલા પોર્ટ હવે ભારત નું પ્રથમ મેગા પોર્ટ બનશે.
હાલમાં કંડલા પોર્ટ માં 285 મિલિયન મેગા ટન કાર્ગો ની અવર જવર થાય છે જે હવે 300 મિલિયન મેટ્રીક ટન થશે
આ પોર્ટ ભારત નું પ્રથમ મેગા પોર્ટ બનશે.
આગામી 2047 માં ભારત નું કાર્ગો 10000 મેટ્રિક ટન થશે જે હાલ 2600 મેટ્રિક ટન છે.
કાર્બન ડાયોક્સાઈડ ના સંપૂર્ણ નિવારણ માટે ગ્રીન શિપિંગ અને ગ્રીન પોર્ટ બનશે
2047 સુધી માં આ શક્ય બનશે અને ભારત હાઇડ્રોજન હબ બનશે.
ભારતીય માછીમારો ના રક્ષણ માટે સાગરમાલા યોજના અંતર્ગત કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ યોજના થી 7500 નોટિકલ માઇલ ના વિસ્તાર માં સુરક્ષા આપવામાં આવે છે.
_————————-
કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલના અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત ટેન્ટસીટી-૨ ખાતે આજે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (MSDC) ની બેઠકમાં કાઉન્સિલ સાગરમાલા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના લોથલમાં ડેવલપમેન્ટ ઓફ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. સાથે ભારતમાં આવેલા બંદરો મોટી નદીઓના જોડાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી ,રાષ્ટ્રીય જળમાર્ગ પડકારોનો વિકાસ અને રોપેક્સ/ફેરી શહેરી પેસેન્જર જળમાર્ગ પરિવહન, રોડ અને રેલ પોર્ટ કનેક્ટિવિટી, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સફળતાની વાર્તાઓ અને રાજ્ય મેરીટાઇમ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ/પડકારો પર ચર્ચા કરાઇ, આ બેઠક માં ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ, મંત્રીશ્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર સહિત શ્રીપદ નાઈક, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ એન્ડ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, શ્રી માંકલ વૈધ, શ્રી શાંતાનુ ઠાકુર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ સ્ટેટ ફોર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટર ફોર ફિશર્સ, પોર્ટ એન્ડ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ, ગવર્મેન્ટ ઓફ કર્ણાટક સહિતના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનેલાલ એ આ બે દિવસીય સમિટ ના અંતે મીડિયા કર્મીઓ સાથે ની વાતચીત માં જણાવ્યું કે ગુજરાત નું કંડલા પોર્ટ હવે ભારત નું પ્રથમ મેગા પોર્ટ બનશે.હાલમાં કંડલા પોર્ટ માં 285 મિલિયન મેગા ટન કાર્ગો ની અવર જવર થાય છે જે હવે 300 મિલિયન મેટ્રીક ટન થશે અને આ પોર્ટ ભારત પ્રથમ મેગા પોર્ટ બનશે. સાથેજ તેઓ એ જણાવ્યું કે આગામી 2047 માં ભારત નું કાર્ગો 10000 મેટ્રિક ટન થશે જે હાલ 2600 મેટ્રિક ટન છે. વળી કાર્બન ડાયોક્સાઈડ ના સંપૂર્ણ નિવારણ માટે ગ્રીન શિપિંગ અને ગ્રીન પોર્ટ બનશે 2047 સુધી માં આ શક્ય બનશે અને ભારત હાઇડ્રોજન હબ બનશે.ભારતીય માછીમારો ના રક્ષણ માટે સાગરમાલા યોજના અંતર્ગત કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ યોજના થી 7500 નોટિકલ માઇલ માં વિસ્તાર માં સુરક્ષા આપવામાં આવે છે.


