Gujarat

‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત ઓલપાડનાં કરંજ ગામે તિરંગા યાત્રા યોજાઇ                

ભારત દેશની આઝાદીનાં અમૃતકાળને યાદગાર બનાવવા ઉપરાંત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને ભાવપૂર્વક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહવાન કર્યુ છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાનાં કરંજ અને પારડીઝાંખરી ગામની સરકારી પ્રાથમિક શાળાઓ સહિત નવજીવન વિદ્યાલયનાં બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
                દેશભરમાં ઓગષ્ટ માસ દરમિયાન ચાલેલા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જે અભિયાન હેઠળ મુખ્ય પાંચ થીમ આધારિત સ્થાનિક કાર્યક્રમો જેવાંકે ગામોમાં વીર શહીદોનાં નામ સાથેની શિલાફલકમનું નિર્માણ, નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી અપલોડ, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ, સ્થાનિક પરંપરા અને રીવાજો અનુસાર વીરોને વંદન તથા રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો સંપન્ન થયેલ છે. સદર ‌કાર્યક્રમમાં શાળાનાં બાળકો, શિક્ષક ભાઈ-બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સહિત જે તે ગામનાં સરપંચ, ગ્રામ, તાલુકા તથા જિલ્લા પંચાયત સભ્યો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

IMG-20230814-WA0216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *