પરિવારને વિખેરાતા બચાવ્યો, દીકરાને છીનવી લઈ પતિએ ચાર દીકરી અને પત્નીને ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપી.છોટાઉદેપુર 181 અભયમ ટીમ દ્વારા પતિ સાથે કરાવ્યું સમાધાન.
પતિ પત્નીના ઝઘડામાં કેટલીક વાર બાળકોએ ભોગ બનવું પડતું હોય છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ કરતા પતિને દીકરા દીકરી એક સમાન છે કહી એક પતિ અને પિતાની તમામ જવાબદરીઓનું ભાન કરાવ્યું .જોકે પરિણીતાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી હતી. મળતી માહિતી પ્રમાણે છોટાઉદપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર માંથી ફોન કરી પતિ દ્વારા હેરાનગતિ ફરિયાદ કરેલ ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપતા જણાવ્યું હતું
ટીમ ધટના સ્થળ પર પોહચી . કાઉન્સિલર કરતા જણાવ્યું દીકરા દીકરી વચ્ચે ભેદભાવ કરી ઘરની જવાબદારી ઉઠાવતા નથી એક પત્ની ખેતી કામ કરી પાંચ બાળકોનું ભરણપોષણ કરે છે અને ઘરની તમામ જવબદારીઓ ઉઠાવે છે અને બાળકોને ભણવી રહી છે. ખેતી કામ કરી મેહનત કરી રહી પત્નીના પૈસાનું પતિ વ્યસનો માં વેડફી નાખતા.કાયમ માટે હેરાન કરતાં પતિએ .દીકરીઓ મારી નહિ મારો એક દીકરો છે કહી . પિતાને ત્યાં જતાં રેહવાની ધમકી આપી.ટીમ તાત્કાલિક ધટના સ્થળ પર પોહચી પતિનું અસરકારક કાઉન્સેલિંગ કરી .એક પતિ એક પિતા અને દીકરી દીકરા એક સમાન નું ભાન કરાવ્યું તેમજ કાયદાકીય સમજ આપી પતિ એ પોતાની ભૂલ સ્વીકાર કરી હવે પછી ઘરની બહાર ના કહવાની ભૂલ તેમજ બાળકો માટે કોઈ ભેદભાવ ના રાખીશ કહી .ઘરની જવાબદારી સાથે મળીને કરીશું કહી પત્ની અને બાળકો પાસે માફી માગી .અને એક સારું જીવન જીવવાની પ્રેરણા આપી. લેખિત માં લખાણ આપી સ્થળ પર નિરાકાર કર્યું મહિલા એ 181 ટીમ નો રાજીખુશથી આભાર વ્યક્ત કર્યો .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
