રાજકોટ
રાજકોટ નજીક બેડલા ગામે સરપંચ દ્વારા કૌભાંડ આચારવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દવાના છંટકાવ કરવાના સ્પ્રે મશીનમાં કૌભાંડ આચર્યું છે. બેડલા ગામમાં ૧૨૦ લાભાર્થીઓ માટે પંપ ફાળવાયા હતા, જેમાંથી માત્ર ૫૭ લાભાર્થીઓને પંપ મળ્યા હતા. ૬૩ ડમી લાભાર્થીઓ ઉભા કરી દીધા. તેમાં પણ એક લાભાર્થીનું તો મૃત્યુ થઈ ગયું હતું.વિહાભાઈ કાગડીયા નામના વ્યક્તિને એપ્રિલ મહિનામાં પંપ ફાળવાયા હોવાનું દર્શાવ્યું પણ વિહા ભાઈનું તો ડિસેમ્બર ૨૦૨૨માં જ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દર્શાવેલા લાભાર્થીઓ ગામમાં રહેતા જ ન હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદા પરથી દૂર કરવા આદેશ કર્યો છે. જંતુનાશક દવાના પંપ લાભાર્થીઓને ન મળતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. બેડલા ગામના સરપંચ અજય સોરાણીને હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત કાયદા ૧૯૯૩ કલમ ૫૭(૧) મુજબ સરપંચ આવા કારનામાં કરે એટલે હોદ્દા પરથી જિલ્લા વિકાસ અધિકારી દૂર કરી શકે છે. આ સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે પણ ચોકાવનારા આક્ષેપો કર્યા હતા. સરપંચ સામે ફરિયાદ કરનારના પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યા હતા. હાલ સસ્પેન્ડ થયેલા સરપંચ સામે મારામારી અંગે ફરિયાદ નોંધાય છે, જ્યારે કૌભાંડ અંગે આગામી સમયમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.


