Gujarat

મોરબીમાં પાવડિયારી પાસે પાણીમાં કાર ફસાઈ

મોરબી
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમાં મોરબી જિલ્લો પણ છે. મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. મોરબીના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે. આવામાં મોરબીમાં પાવડિયારી પાસે પાણીમાં કાર ફસાઈ હતી. નાળાના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. જેથી કારમાં બેઠેલા બે યુવાનોના જીવ પડીકે બંધાયા હતા. આ બાદ સ્થાનિકોએ બંનેનું દોરડાથી રેસ્ક્યૂ કર્યુ હતું. કારને બહાર કાઢવાના પ્રયાસો કરાયા હતા.મોરબી નજીકના ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યો છે. ધોડાધ્રોઈ ડેમનો એક દરવાજાે ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ૩૫૨.૪૪ પાણીની આવક સામે ૧૧૪૧ કયુસેક પાણીની જાવક ચાલુ છે. મોરબી તાલુકાના ચાર અને માળિયા તાલુકાના પાંચ કુલ નવ ગામોને એલર્ટ કરાયા છે.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *