Gujarat

લાભાર્થીઓએ આગામી તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

રાજ્યની તમામ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ માટે નાણાંકીય વર્ષ
૨૦૨૩-૨૪ માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હાલમાં અમલમાં મુકવામાં આવી છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ
ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજનાની લિંક અત્યારે
આઇ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવી છે.
ઉક્ત યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની સંપૂર્ણ વિગતો http://gauseva.gujarat.gov.in આ વેબસાઈટ પર
ઉપલબ્ધ છે. એપ્રિલ-૨૦૨૩થી જૂન-૨૦૧૩ના તબક્કાની સહાય મેળવવા માટે આગામી તા.૧૪ સપ્ટેમ્બર સુધી જામનગર
જિલ્લાના ઈચ્છુક લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. જે તબક્કા માટે આઈ-ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર અરજી ન
કરેલી હોય, તો જે-તે લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવવાપાત્ર રહેશે નહીં.
ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો સહિત અરજી કર્યાના ૨૧ દિવસ સુધીમાં નાયબ
પશુપાલન નિયામકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ભવન, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ
અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલા અરજી પત્રકો રદ કરવામાં આવશે. આ તમામ બાબતોની લાભાર્થીઓને ખાસ નોંધ લેવા માટે
નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *