Gujarat

ભારતીય જનતા પાર્ટી, ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

વિધાનસભામાં લોકોના પ્રશ્નો માટે હમેંશા અગ્રેસર એવા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને અભિનંદન આપતા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ.

૨૨-જાન્યુઆરી એ થતા ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાનની ઉજવણી ઘર ઘર લોકો કરે તેવી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અપીલ.

રાજકોટ,
દર વર્ષેની જેમ ભારતીય જનતાપાર્ટી દ્વારા આયોજિત રાજકોટ-૭૧ ગ્રામ્ય વિધાનસભાનું સ્નેહ મિલન તા.૨૦/૧૧/૨૦૨૩ના રોજ સેફ્રોન પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ભાઇઓ/બહેનોની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો. વર્ષ-૨૦૨૩માં પણ આ પરંપરા જાળવી રાખી છે.

આ પ્રસંગે રાજકોટ શહેરના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈએ શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા હમેંશા વિધાનસભા વિસ્તારના કામોમાં અગ્રેસર રહેતા શુભેચ્છાઓ પાઠવી હતી. આજ નૂતનવર્ષે આપણે સૌ એકબીજાના પૂરક બનીને કામ કરતા રહીએ, નવી શકિત અને પ્રેરણા પૂરી પાડી હતી.

વિક્રમસંવત ૨૦૮૦નું નવું વર્ષ આપ સર્વને ફળદાઈ, સુખદાઈ અને આરોગ્યદાઈ નીવડે તેવી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આગામી સમયમાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠાન મહોત્સવમાં આપણે સૌ ઘરે ઘરે આ ઉજવણી કરીએ અને કાર્યકર્મો કરીએ તેવી કાર્યકરોને અપીલ કરી હતી તેમજ આવનારી લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પુર્ણ બહુમતી સાથે ઉભરી આવે તે માટે આપ સૌ આજથી આ અવસરને આવકારીને કાર્યકરો પુરી મહેનત કામે લગાડી ગુજરાતની ૨૬ બેઠકો વિજયી બનાવવા અપીલ કરી હતી.

આ સ્નેહમિલનમાં પ્રાસંગિક ઉદબોદન શ્રી ભરતભાઈ બોધરા અને અલ્પેશ ઢોલરીયા દ્વારા કરવામાં આવ્યું અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાજુભાઈ ધારેયા અને આભારવિધી શ્રી ભરતભાઈ શિંગાળા દ્વારા કરવામાં આવી હતી.
આ સંમેલનમાં રાજકોટ શહેર – જિલ્લા પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, અલ્પેશભાઇ ઢોલરીયા, માન.સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી ભરતભાઇ બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટિલાળા, રાજકોટ શહેર પ્રભારીશ્રી પ્રકાશભાઇ સોની, શહેર-જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલીયા, માધવભાઇ દવે, ડે.મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, પુર્વ ધારાસભ્યશ્રી માધુભાઇ બાબરીયા, ચંદુભાઇ વઘાસીયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ, વોર્ડના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં બહેનો-ભાઇઓ એ નવા વર્ષના સ્નેહમિલનમાં હાજર રહી આ સમારંભમાં મહાનુભાવોએ નૂતનવર્ષની આપલે કરી હતી.

File-02-Page-Ex-06-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *