PM મોદીના હસ્તે થઈ શકે છે લોકાર્પણ, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં એકસાથે ૪ મોટા પ્રોજક્ટો ખુલ્લા મૂકાવાની શક્યતા
ગુજરાતને ૨૦૨૩ ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ખુબ મહત્વના પ્રોજેક્ટની ભેટ મળી શકે છે.
અમદાવાદ,
રાજ્યમાં ૪ મોટા પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે.
૧. રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતાના આરે –
આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે, આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.
૨. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ –
મેગા સિટી અમદાવાદમાં ૩૫૦ કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી મ્ઇ્જી, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે ૧૨૦૦ વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે.
૩. સુરત ડાયમંડ બુર્સ –
ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે.
૪. દ્વારકાનો સિગ્નેચર બ્રિજ –
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જાેકે હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે.

