માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા રાણાવાવ તાલુકા દ્રારા મહારક્તદાન કેમ્પ બાપોદર ગામ ખાતે યોજાયો

આજ રોજ તારીખ 17 સપ્ટેમ્બર ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે કુતિયાણા વિધાનસભા માં ભારતીય જનતા યુવા મોરચા રાણાવાવ તાલુકા દ્રારા “રક્તદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવેલું હતું

ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પણ પાઠવેલ હતી

આ કાર્યક્રમ માં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખશ્રી ગોપાલભાઈ કોઠારી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ ભૂતિયા રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ બાપોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સામંતભાઈ મોઢવાડિયા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બીપીનભાઇ કરથીયા

પોરબંદર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા બાપોદર ગામના સરપંચ શ્રી ભનુભાઈ બાપોદરા તાલુકા યુવા મોરચા મહામંત્રી સંજયભાઈ કેશવાલા યુવા મોરચા ઉપપ્રમુખ માલદેભાઈ બાપોદરા હાર્દિકભાઈ રાઠોડ લેખક ભરતભાઈ બાપોદરા અને સર્વે કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

