Gujarat

જોડિયા તાલુકાના ભીમકટા ગામે તાલુકા કક્ષા નો 77 મો સ્વાતંત્રિય પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….

આજ રોજ 15 ઓગસ્ટ 2023,મંગળવાર  જોડીયા તાલુકા કક્ષા નો 77 મો સ્વાતંત્રીય પર્વ શ્રી ભીમકટા ગામ મુકામે યોજવા માં આવ્યો હતો…….  ધ્રોલ.. જોડિયા ના પ્રાંત સાહેબ વી.ડી.સાકરીયા શ્રી ના વરદ હસ્તે  ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રગાન ગાવા માં આવ્યું.ત્યારબાદ પ્રાંત સાહેબ દ્વારા પ્રાસંગીક ઉદ્ધબોધન  આપવામાં આવ્યું.આ તકે જોડીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી, માધુરીબેન પટેલ. તેમજ જોડીયા મામલતદાર ઈન્ચાર્જ ગોહિલ સાહેબ. કચેરીના તમામ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.જામનગર જિલ્લા પચાયત સદસ્ય શ્રી મતિ ચન્દ્રીકાબેન અઘેરા.જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાલાલ સાવરિયા.જોડિયા તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ રાઠોડ.જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઇ દલસાનિયા. જોડિયા મેઘપર ગામના ભાજપના મહામંત્રી કિશોરભાઈ મઢવી.રાજવીર રાઠોડ. જેઠાલાલ અઘેરા.અને અન્ય આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ.. ઉપ.સરપંચ. સદસ્યો. સમગ્ર ગામ અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અને કાર્યક્રમ માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો  ભીમકટા પ્રા.શાળા ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ને ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.તાલુકા કક્ષા ,જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા એ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થી ઓ નું પ્રમાણપત્ર  આપી ને પ્રોત્સાહીત કરવામાં આવ્યા.શિક્ષણ ક્ષેત્રે આપતા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર જોડિયા તાલુકા ના બધા પ્રતિભાશાળી શિક્ષકો ને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ભીમકટા ગામ ના માજી સરપંચ શ્રી જાડેજા બળવંતસિંહ જીલુભા દ્વારા ગામ ના ઇતિહાસ અને ભીમકટા ગામ ની માહિતી તેમજ ભીમકટા ગામે પધારેલ સમગ્ર દેશપ્રેમી જનતા નું શાબ્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ માં સ્કૂલ ના બાળકો અને સર્વ ગ્રામજનો એ ભારે ઉત્સાહ પૂર્વક આપણા સ્વાતંત્રીય પર્વ ની ઉજવણી કરી હતી.કાર્યક્રમ ના અંતે પ્રાંત સાહેબ,તાલુકા વિકાસ અધિકારી શ્રી જોડીયા તેમજ અન્ય આગેવાનો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શાળા ના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા આવ્યો હતો.ઉપસ્થિત શાળા ના બાળકો તેમજ અન્ય બધા લોકો ને નાસ્તો કરાવવામાં આવ્યો હતો…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……….

IMG20230815103613.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *