Gujarat

ભાજપે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી મલેક ઈલિયાસનું રાજીનામુ લઇ લીધું

ગાંધીનગર
લોકસભાની ચૂંટણી આવતા રાજનીતિક હલચલ વધી રહી છે. પાર્ટી હાલ કોઈ પણ ગેરશિસ્ત સાખી ન લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ દ્વારા વધુ એક હોદ્દેદારનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. ભાજપે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી મલેક ઈલિયાસનું રાજીનામુ લઇ લીધું છે. ઈલિયાસ મલેક મૂળ વલસાડના રહેવાસી છે. અગાઉ થોડા દિવસો પહેલા કોંગ્રેસના કાર્યાલયે પહોંચી પૂર્વ સાંસદને ગાળો ભાંડી હતી. જેનો વિડિઓ વાયરલ થયો હતો. વિડીઓમાં ઈલિયાસ મલેક કોંગ્રેસની પ્રેસમાં જઈ આપશબ્દો બોલે છે. ઈલિયાસ મલેક પોતે પત્રકાર હોવાનો પણ દાવો કરે છે. કોંગ્રેસની પ્રેસમાં પોતે એક સાપ્તાહિક ચલાવતા હોઈ તેઓ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમની કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે માથાકૂટ થઇ હતી. પ્રદેશ કક્ષાના મંત્રીની આવા ગાળો ભાંડતા વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પાર્ટીએ તેમને જવાબદારી મુક્ત કર્યા છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *