દેશભરમાં હાલ કોમન સિવિલ કોડ લાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેના વિરોધના હવે છોટા ઉદેપુરમાં પણ ઉપડ્યા છે. જિલ્લાના આદિવાસીઓ આજરોજ મોટી સંખ્યામાં જિલ્લા મથક ખાતે ભેગા થયા હતા. રેલી સ્વરૂપે સેવા સદન પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો સાંસદ અને ધારાસભ્યો સમાજને સપોર્ટ નહિ કરે તો આસામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમજ એમનો ઘેરાવો કરી અને ફટકારવામાં આવશે એલી ખુલ્લી ચીમકી આપી છે.UCC લાગું થવાથી આદિવાસીઓના હકો છીનવાઈ જશે?
આજરોજ છોટા ઉદેપુરમાં આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ આદિવાસી આગેવાનોએ કોમન સિવિલ કોડ લાગુ થવાથી આદિવાસીઓના હકો છીનવાઈ જવાની ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પણ નહિ જળવાય તેવી આશંકા વ્યક્ત કરીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ આવેદનપત્ર આપવા એકપણ આદિવાસી ધારાસભ્ય કે સાંસદ હાજર રહ્યા ન હતા.અમારા પારંપારીક ઓજારોથી સરકાર સામે લડીશું: સમાજ આગેવાન નરેન્દ્ર રાઠવા છોટા ઉદેપુર આદિવાસી સમાજના આગેવાન નરેન્દ્ર રાઠવાએ આ મુદ્દે જણાવતા કહ્યું કે, ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિચાર છે કે, ભારતની અંદર કોમન સિવિલ કોડ લાવીએ. કોમન સિવિલ કોડ લાવવા માટે જે વિચાર થયો અને ઠેર ઠેર અલગ-અલગ કોમ્યુનિટિના, અલગ-અલગ સાંપ્રદાય, અલગ-અલગ સંગઠનના લોકો આખા ભારતની અંદર આ કોમન સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે અમે આજે છોટા ઉદેપુર જિલ્લાના અલગ-અલગ સંગઠન અને આદિવાસી જિલ્લાના લોકો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખાસ તો UCC અગાઉના મારા મિક્ષએ જે બાઈટ આપી એમા બંધારણમાં આદિવાસીઓને સિડ્યુલ ફાઈવ આપેલું છે.આદિવાસીઓને સિડ્યુલ ફાઈવ આપેલું છે. એ ખરેખર લાગુ થયું નથી અને એ લોકો બદલવાની ફિરાકમાં છે. સાથે સાથે પૈસા કાનૂન 1996માં બન્યું એ મુળ અશરથી લાગુ થયું નથી. એને પણ એ બદલવાની ફિરાકમાં છે. એટ્રોસિટી એક્ટ જે બન્યું છે. એ એટ્રોસિટી એક્ટ જો UCC લાગવાથી અમારા અદિવાસીઓ પર અત્યાચાર દમન થાય તો સ્પેશિયલ રાઈટ્સ છે. એ રાઈટ પણ એમાથી નિકળી જશે. અમારા જળ જંગલ જમીન પર અમારી સંસ્કૃતી, વિરાસત પર પણ આ બહું મોટી આફત આવીને પડે એવી અમને તકલિફ દેખાઈ રહી છે. તો ખરેખર કોમન સિવિલ કોડ બીલ આ સરકાર લાવી રહી છે. આદિવાસીઓને સિડ્યુલ ફાઈવ આપેલું છે. એ ખરેખર લાગુ થયું નથી અને એ લોકો બદલવાની ફિરાકમાં છે. સાથે સાથે પૈસા કાનૂન 1996માં બન્યું એ મુળ અશરથી લાગુ થયું નથી. એને પણ એ બદલવાની ફિરાકમાં છે. એટ્રોસિટી એક્ટ જે બન્યું છે. એ એટ્રોસિટી એક્ટ જો UCC લાગવાથી અમારા અદિવાસીઓ પર અત્યાચાર દમન થાય તો સ્પેશિયલ રાઈટ્સ છે. ધારાસભ્ય-સાંસદો સરકારના સમર્થનમાં છે’ વધુમાં જણાવતા કહ્યું કે, ધારાસભ્ય-સાંસદને રાજકીય પાર્ટીઓ મેંડેટ આપે છે. એમનું સંચાલન બિન આદિવાસી લોકો કરે છે. અદિવાસીઓ પ્રત્યે વિરોધા માનસિકતા ધરાવનારા લોકો એમને મેંડેટ આપે છે. એટલે એમનો સમાજ એજન્ડા પ્રમાણે કામ કરે, પરંતુ સમાજનું કામ કરતા નથી. એટલે UCC કોમન સિવિલ કોડ બિલકુલ સમાજના હિતમાં નથી, પણ સરકારના સમર્થનમાં ધારાસભ્ય-સાંસદો છે. છોટા ઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને સાંસદો આ સમાજને જો સપોર્ટ નહી કરે તો જે આસામવાળી થઈ એ પરિસ્થિતિનું નિર્માણ અમારા છોટા ઉદેપુર જિલ્લાના ધારાસભ્ય-સાંસદની પણ થશે. એમનો અમે ઘોરાવો કરીશું અને ફટકારીશું એવી અમારી ખુલ્લી ચિમકી છે.
સમાજને આ કોડથી નુકસાન થવાનું છે: સમાજ આગેવાન અર્જુન રાઠવા જ્યારે આ મુદ્દે સમાજ આગેવાન અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે, UCC એક કોડ આવાનો છે, એનો કોઈ ડ્રાફ્ટ આ દેશમાં નથી. કોઈને ખબર નથી કે આ ડ્રાફ્ટ શું છે. તો જેનો ડ્રાફ્ટ જ નથી એની ઉપર જે લોકોને અત્યાર સુધી અન્યાય થયા છે તેવા દરેક સમાજ દેશનો વ્યક્તિ આનો વિરોધ કરે છે.કોઈ પણ પાર્ટી કરતા સમાજ મોટો છે અને હું સમાજ સાથે છું’
વધુમાં જણાવતા કહ્યું કે, સમાજ કોઈ પણ પાર્ટી કર્તા ઉપર છે. માત્ર આમ આદમીની વાત નથી એ કોઈ પણ પાર્ટીની વાત છે. એટલે પુરા સમાજને આ કોડથી નુકસાન થવાનું છે. આદિવાસી સમાજની સંસ્કૃતી, ઓળખને નુકસાન થવાનું છે. અત્યાર સુધીમાં આદિવાસી માટે જે કાનુન બનેલા છે એ હજી પુરા પ્રમાણમાં લાગુ નથી પાડ્યા. એ પહેલા એને નાબુદ કરવાનો અને બીજા કાનુન લગાડવાનું એ અમને ભયંકર અન્યાય કર્તા છે. હજુ પણ આ દેશમાં આદિવાસીને અધિકાર મળ્યો નથી. કોઈ પણ પાર્ટી કરતા સમાજ મોટો છે અને હું સમાજ સાથે છું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
