Gujarat

સાવરકુંડલા શહેરનાં પ્રિયાંશી પ્લે હાઉસના આચાર્યા શ્રી કોમલબેન આસનાનીનો જન્મદિવસ નિમિત્તે શહેરનાં અગ્રણી અને સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. તેમણે શિશુ સંભાળ ક્ષેત્રે સાવરકુંડલા શહેરનાં વાલી વર્ગમાં ભારે ચાહના પ્રાપ્ત કરી છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શિશુસંભાળ અને કેળવણી ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનારા અને શિક્ષણ અને શિશુ પ્રત્યેની માવજતનાં સંસ્કાર જેને ગળથૂંથીમાં મળ્યા છે તેવા સાવરકુંડલા જેસર રોડ સ્થિત આવેલ પ્રિયાંશી પ્લે હાઉસના આચાર્યા શ્રી કોમલબેન આસનાનીનો આજે જન્મદિવસ હોવાથી શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
આજના યુગમાં શિશુ સંભાળ અર્થાત્ ચાઈલ્ડ કેર એ ખૂબ અધરો વિષય છે પરંતુ રાજેશભાઈ આસનાનીના ધર્મ પત્ની કોમલબેન પોતાના અદમ્ય ઉત્સાહ અને વાત્સલ્ય ભાવથી અહીં નાના ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્મત પીરસી વાલી વર્ગમાં પણ ભારે ચાહના મેળવી છે. શિશુ સંભાળ માટેની આ સંસ્થા ઉભી કરવા માટે આ દંપતિએ ખૂબ જ સંઘર્ષપર્ણ જીવન પણ પસાર કર્યું છે.

IMG-20230707-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *