Gujarat

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.840નો ઘટાડોઃ સોનાના વાયદામાં રૂ.92 અને ચાંદીના વાયદામાં રૂ.305ની નરમાઈ

ક્રૂડ તેલ રૂ.95 ડાઊનઃ મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ.22,421 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 107769.46 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ

વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી
વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,430.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો
10 ગ્રામદીઠ રૂ.92ના ભાવઘટાડા સાથે રૂ.60,255ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો
કિલોદીઠ રૂ.305 ઘટી રૂ.70,329ના ભાવ બોલાઈ રહ્યા હતા. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.95
ઘટી રૂ.6,412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.840ના ઘટાડા સાથે
રૂ.57,120ના ભાવ બોલાઈ રહ્યા હતા.

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 14,24,860 સોદાઓમાં કુલ રૂ.1,30,218.58 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.22,420.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
107769.46 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ
પર 2,16,679 સોદાઓમાં રૂ.14,974.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું
ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,596ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,603
અને નીચામાં રૂ.60,151 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.423 ઘટી રૂ.60,347ના ભાવે પહોંચ્યો હતો. આ
સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.302 ઘટી રૂ.48,919 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1
ગ્રામદીઠ રૂ.40 ઘટી રૂ.5,987ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.453 ઘટીરૂ.60,365ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,000ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,000 અને નીચામાં રૂ.70,558 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1,483 ઘટી
રૂ.70,634 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,426 ઘટી રૂ.70,735 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,421 ઘટી રૂ.70,750 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે 12,094
સોદાઓમાં રૂ.1,461.37 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.711.25ના ભાવે ખૂલી, રૂ.3.80 ઘટી
રૂ.709.90 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.208.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05
વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.227ના ભાવ થયા હતા. મિની
વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.208.55 સીસુ-મિની નવેમ્બર
કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.187.10 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.25 વધી રૂ.226.75 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર 1,43,120
સોદાઓમાં રૂ.5,960.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ
રૂ.6,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,730 અને નીચામાં રૂ.6,479 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.319 ઘટી રૂ.6,507 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.317 ઘટી રૂ.6,512 બંધ
થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.274ના ભાવે ખૂલી, રૂ.9.50 ઘટી રૂ.262.50 અને
નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 9.3 ઘટી 263 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે રૂ.24.34
કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,960ના ભાવે ખૂલી,
દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,100 અને નીચામાં રૂ.57,620 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.80 ઘટી
રૂ.57,960ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.50 ઘટી રૂ.945.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં
સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,229.02 કરોડનાં 8,652.160 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં
રૂ.9,745.23 કરોડનાં 1,366.890 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની
વાયદાઓમાં રૂ.2,591.49 કરોડનાં 39,22,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં
રૂ.3,369.23 કરોડનાં 12,53,29,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.103.56 કરોડનાં 4,972 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.54.08
કરોડનાં 2,893 ટન તાંબાના વાયદાઓમાં રૂ.912.80 કરોડનાં 12,863 ટન અને જસત તથા જસત-મિની
વાયદાઓમાં રૂ.390.93 કરોડનાં 17,294 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં
રૂ.14.75 કરોડનાં 2,544 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.59 કરોડનાં 101.16 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર મંગળવારે બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,305.635 કિલો
અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,237.980 ટન, તાંબાના વાયદાઓમાં 17,090 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 16,677 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,055 ટન તથા જસત અને જસત-મિનીમાં
28,096 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 15,38,210 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,27,13,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
6,816 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 597.6 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર બુલડેક્સ
વાયદામાં રૂ.28.44 કરોડનાં 358 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 411 લોટના
સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 15,982 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,982 અને નીચામાં 15,805 બોલાઈ,
177 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 155 પોઈન્ટ ઘટી 15,842 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કોમોડિટી વાયદા પરના
ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 107769.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 6080 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3822.85
કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 84292.15
કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 13545.88 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે
ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 2073.25 કરોડનું થયું હતું.

મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ
તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.192ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.192 અને નીચામાં રૂ.85 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.144.20 ઘટી રૂ.92.20
થયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.270 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.15.25 ખૂલી, ઉપરમાં રૂ.16.50 અને નીચામાં રૂ.9.75 રહી, અંતે રૂ.4.60 ઘટી રૂ.10.35 થયો હતો.

સોનું નવેમ્બર રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.459ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.465 અને નીચામાં રૂ.309.50 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.202.50 ઘટી
રૂ.331.50 થયો હતો, જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.529 ખૂલી, ઊપરમાં રૂ.529 અને નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.219.50 ઘટી રૂ.346 થયો હતો.

ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,385ના ભાવે ખૂલી, રૂ.596
ઘટી રૂ.855.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,205ના ભાવે ખૂલી, રૂ.640.50 ઘટી રૂ.864.50 થયો હતો. તાંબુ નવેમ્બર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.65 ઘટી રૂ.4.26 જસત નવેમ્બર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.0.31 ઘટી રૂ.3.52 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.108.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.230 અને નીચામાં રૂ.108.50 ના મથાળે
અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.134.30 વધી રૂ.216.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.270 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.80 ખૂલી, ઉપરમાં રૂ.19.65 અને નીચામાં રૂ.11.50
રહી, અંતે રૂ.4.80 વધી રૂ.17.70 થયો હતો.

સોનું નવેમ્બર રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.230ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.439.50 અને નીચામાં રૂ.230 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.136.50 વધી
રૂ.357.50 થયો હતો, જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.259 ખૂલી, ઊપરમાં રૂ.390 અને નીચામાં રૂ.256.50 રહી, અંતે રૂ.89 વધી રૂ.321 થયો હતો.

ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,460ના ભાવે ખૂલી, રૂ.846
વધી રૂ.2,147 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.600ના ભાવે ખૂલી, રૂ.340.50 વધી રૂ.858.50 થયો હતો. તાંબુ નવેમ્બર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.71 વધી રૂ.3.14 થયો હતો.

mcx.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *