કચ્છ અને અંજાર ખાતે આવેલ મખિયાણા પ્રાથમિક શાળા, લોહારિયા પ્રાથમિક શાળા, ખંભરા પ્રાથમિક શાળા, મોડેલ ગર્લ્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી શાળા ના જરૂરિયાતમંદ છસોહ પચાસ થી વધારે વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ નુ વિતરણ કરાયુ.આ કીટ મા સ્કૂલ બેગ, કંપાસ બોક્ષ, નાસ્તા નો બોક્ષ, પાણી ની બોટલ ,.નોટબુકો, પેન્સિલ રબર સંચા પેન સાથે ની કીટ બન્ને સંસ્થાઓ ના સભ્યો શ્રી કમલેશ બાબેલ, મીરા શાહ, કમલ જૈન અને સંદિપ શર્મા દ્વારા આપવા મા આવી. તેઓ એ વધુ મા જણાવ્યુ હતુ કે બન્ને સંસ્થા એ છેલ્લા બે વર્ષ મા પાંચ હજાર થી વધુ વિદ્યાર્થીઓ ને વિધા દાન મહાદાન ના સંકલ્પ ને સાર્થક કરી આગળ ધપાવવા ની કટિબદ્ધતા દર્શાવી હતી.


