Gujarat

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ
સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, વિદ્યાર્થીઓને
અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા અને સમયમાં ફેરફાર કરી આપવા, દબાણો દૂર કરવા, જમીન માપણી
અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, જેટકોની કામગીરી સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી
હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે
વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી
તેનો અમલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, પીજીવીસીએલના
અધિક્ષક ઇજનેરશ્રી પરમાર, સંલગ્ન કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મમલતદારશ્રીઓ તથા વિવિધ વિભાગના
અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *