Gujarat

સાવરકુંડલા ગુરુકુળમાં યોજાયેલ જિલ્લા કક્ષાની કરાટે અને ટેક વિન્ડો સ્પર્ધા.  

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
    ગુજરાત સરકાર  દ્રારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સરદાર પટેલ રમત ગમત સંકુલ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા યજમાન શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલામાં જિલ્લા કક્ષાની અખિલ ભારતીય શાળાકિય સ્પધાઓમાં કરાટે અને ટેક વિન્ડો અંડર 14, અંડર 17 અને અંડર 19 માં ભાઈઓ અને બહેનોનું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લાના અલગ અલગ શાળાઓમાંથી પસંદ થયેલ શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લઈ સ્પર્ધાને રોમાંચક બનાવી દીધી.
   આ સમ્રગ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં ગુજરાત કરાટે એસોશિયેશનનાં વડા ટેકનિકલ ડિરેક્ટર રણજીતસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતાં સાથે અમરેલી જિલ્લા રમત ગમત અધિકારી  પૂનમ મેડમ, સાવરકુંડલા ટાઉન પી.આઈ.  સોની સાહેબ, યજમાન સંસ્થાનાં શ્રી અક્ષર મુક્ત સ્વામી, ગુરુકુલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઇ કણકોટીયાની સાથે ગુરુકુલ શાળાના તમામ આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા.
  સમગ્ર કાર્યક્રમનું આયોજન યજમાન શાળાનાં આચાર્ય  વૈશાલી મેડમ તેમજ રમત ગમતનાં કોચ તરીકે સેવા આપતા દિપકભાઇ વાળા અને ઝાલા સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલ અને કાર્યક્રમનું સંચાલન  કાનાણી  સાહેબ દ્વારા કરવામાં આવેલ

IMG-20230831-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *