Gujarat

પાલગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ રાખડી બનાવવાની આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .વેસ્ટમાંથી બેસ્ટ સર્જનનું આ કામ ખરેખર ગમી જાય એવું હતું. રંગીન દોરાઓ, મોતી, શંખ, છીપલા,રંગીન કાપડ,કાગળ જેવી જુદી જુદી વસ્તુઓમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવાય હતી. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને બિરદાવી સૌને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

IMG-20230830-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *