Gujarat

પાજનાકા પુલ થી ભવનાથમાં પ્રવેશ પર પ્રવાસીઓને પ્રવેશ બંધી

જૂનાગઢ તા.૨૩    જૂનાગઢમાં આવેલા ભારે વરસાદના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી યોજના ધોરણે કરવામાં આવી હતી.જુનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણા વશિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જૂનાગઢમાં ભવનાથ,રાયજી બાગ,મોતીબાગ. અને દોલત પરા સહિતના વિસ્તારોમાં સફાઈ કર્મીઓ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી હતી

આ ઉપરાંત એનડીઆરએફ ની બે ટીમ દ્વારા ભવનાથ વિસ્તારમાં સોનરખ નદીમાં લાપતા થયેલ મહિલાની સવારથી શોધખોળ કરવામાં આવી રહી છે.તેમજ લોકો પ્રવાસીઓની સલામતી માટે પોલીસ સ્ટાફ દ્વારા પાજ નાકા પુલ થી ભવનાથ તળેટીમાં જવા તેમજ વીલીંગડન ડેમ જવા  પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા કેશોદ આસપાસના પાલિકાની ટીમોની પણ મદદ લઈ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *