Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં મઘ્ય પ્રદેશ તરફથી છોટાઉદેપુર જિલ્લામાં દારૂ ભરી ને આવી રહેલ બોલેરો કાર ને પકડી પાડવા જિલ્લા પોલીસે કવાયત હાથ ધરી જેમાં બુટલેગર ના પોલીસ ને ચકમો આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યા અને આવી ગયા પોલીસ ના પકડમાં 

રાજ્ય નાં સરહદી વિસ્તાર ને અડી ને આવેલ ગુજરાત ના છોટાઉદેપુર માં બૂટલેગરો મઘ્ય પ્રદેશ માંથી દારૂ ગુજરાત મા ગુસાડતા હોય છે અને પોલીસ ના હાથે પકડાયા હોવા ના ઘણા કિસ્સા પણ સામે આવ્યા છે . પોલીસ ના હાથે પકડાય ના તે માટે બૂટલેગરો અલગ અલગ કિમ્યા પણ વાપરતા હોય છે. તો કેટલીક વાર પોલીસ ઉપર હુમલો કર્યા ના પણ ઘણા બનાવો સામે આવ્યા છે . બેફામ બનેલા બૂટલેગરો ની શાન ઠેકાણે લાવવવા માટે પોલીસે પણ કમર કસી છે. આવોજ એક કિસ્સો ગત રાત્રિ ના સમયે બન્યો કે જેના બુટેલગરે કેટલી હદે બેફામ બન્યા છે તે આ કિસ્સા થી જાણી શકાય છે . જેમાં દારૂ ની ખેપ મારતી જે બોલેરો ગાડી લઈ છોટાઉદેપુર થી બોડેલી તરફ જઈ રહી હતી જોકે પોલીસ ને આ ગાડી ની માહિતી મળી ચૂકી હતી . પોલીસે તમામ જગ્યા એ નાકા બંધી કરી હતી .બુટલેગર છોટાઉદેપુર જિલ્લા ના બુટલેગર બેફામ એવા તો બન્યા છે કે ખેપ મારતી વખતે તેની સામે પોલીસ પણ આવી જાય તો તેને ઉડાવી દેવા ની પણ તૈયારી રાખતાં હોઈ છે આવોજ બનાવ છોટાઉદેપુર જિલ્લા માં બનવા પામ્યો છે. બાતમી નાં આધારે બોલેરો ગાડી ની આગળ જે બાઈક શંકાસ્પદ લાગતા તેજગડ ખાતે પોલીસ ને તૈનાત હતી તેને રોકવા નો કોસિસ કરવા માં આવતા તે બાઈક ચાલકે બાઈક રોકાય નહીં અને તરત જ તેને પાછળ બાતમી મળી હતી તે સફેદ બોલેરો ગાડી નીકળી તેને પણ રોકવા ની કોશિશ કરતા તે પણ રોકાઈ નહિ બલ્કે પોલીસ ને કચડી કાઢવા ની કોશિશ કરવા માં આવી . પોલીસ સચેત હતી અને ત્યાં થી હટી જઇ તાત્કાલિક ગાડી મા બેસે બેફામ બનેલા બુટલેગર ને પકડી પાડવા તેની પાછળ ગાડી દોડાવી લગભગ લગભગ 20 કિમી સુધી ફિલ્મ જેવા દ્ર્શ્યો સર્જાયા હતા સતત પીછો કરતી પોલીસ ની ગાડી ઉપર દારૂ ની બોટલો બુટલેગર દ્વારા નાખવા માં આવી હતી કે જેથી ડ્રાઈવર પોતાના સ્ટેરીંગ પર નો કાબૂ ચૂકી જાય .
ફીલ્મી સ્ટંટ પ્રમાણે બુટલેગર ની જે ગાડી ફૂલ સ્પીડ મા જઈ રહી હતી રસ્તા મા જે પણ કોઈ આવે તેને ઉડાવી દેવા ની તૈયારી મા પણ આ બેફામ બનેલા બુલેગર હતા . જેથી પોલીસે તમામ જગ્યા પર પોલીસ તૈનાત હતી તે જગ્યા પર લોકો ને અને વાહન ચાલકો ને સચેત કરેલા સાથો સાથ પોલીસ આ ગાડી ને પકડી પાડવા માટે રતન પુર પાસે પોલીસે એક ટ્રકની આડ કરી હતી .જોકે પોલીસ ની ગાડી ની આગળ ની આ બૂટલેગર ની ગાડી સાઈડ પર થી નીકળી ગઈ હતી અને પોલીસ પર ગાડી મારી હતી સદનસીબે કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ના હતો આ દરમિયાન પોલીસે તેમને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું આમ છતાં તે ગાડી રોકાય નહિ. બુટલેગર રતન પૂર થી તો નીકળી ગયા અને સોટ કટ અપનાવા માટે તેને હરખ પૂર થી બોડેલી નો રસ્તો પકડ્યો પણ બુટલેગર અહી ગુચવાયા જે રસ્તે જઈ રહ્યા હતા તે કાચા રસ્તે ફસાઈ જતા બુટલેગર ત્યાં થી ગાડી મૂકી ભાગી ગયા . જોકે બુટલેગર ને પકડી પાડવા માટે પોલીસે આખી રાત જહેમત ઉઠાવી અને આખરે ત્રણ બુટલેગર પોલીસ ના હાથે ઝડપાય ગયા . પોલીસે હાલ તો ત્રણ વ્યક્તિ નગીન રાઠવા ,રાકેશ રાઠવા અને ચંદુ રાઠવા ઝડપી પડ્યા છે ત્યારે સચિન રાઠવા નામનો બુટલેગર ફરાર છે. પોલીસે હાલ તો એક લાખ પચાસ નો દારૂ સાથે આઠ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230819_134530.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *