દ્રોણેશ્વર મહાદેવ તેમજ કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં કુમ કુમ પત્રિકા અર્પણ કરી..
અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન ઉના-ગીરગઢડા દ્વારા ભગવાન શ્યામ સુંદરને આમંત્રણ પાઠવાયું, દ્વારકામાં 37 હજાર આહીરાણીઓ વિશ્વ રેકોર્ડ સર્જશે.અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન ઉના-ગીરગઢડા દ્વારા તુલસીશ્યામ ભગવાન શ્યામ સુંદરને આમંત્રણ પઠાવામાં આવ્યું હતું. રાજાધિરાજના અધ્યક્ષસ્થાને દ્વારકા ખાતે તા.23 અને 24 ડિસે.ના રોજ થવા જઈ રહેલા અખિલ ભારતીય આહીરાણી મહારાસમાં 37 હજાર આહીરાણીઓ વિશ્વ રેકોર્ડ સર્જશે.
ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહીર સમાજની બહેનો દ્વારા ભવ્ય રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને આમંત્રણ પણ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજ ઉના-ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક ગીરના મધ્યે આવેલ તુલસી શ્યામ મંદિર ખાતે જઇને ભગવાન શ્યામ સુંદર તેમજ દ્રોણેશ્વર કષ્ટભંજન તેમજ દ્રોણેશ્વર મહાદેવને આમંત્રણ આપવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું.
ધોકડવા ગામેથી રેલી નીકળી ભગવાન દ્વારકાધીશની જય નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ તુલસી શ્યામ મંદિરમાં મહારાસની કુમકુમ પત્રિકા ભગવાન શ્યામ સુંદરના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. ત્યારે બાદ કષ્ટભંજન તેમજ દ્રોણેશ્વર મહાદેવને આમંત્રણ પત્રિકા અર્પણ કરાઇ હતી.

