Gujarat

નારીનું સન્માન કરવાની શરૂઆત જ કોંગ્રેસ પક્ષે કરી છે, RSSનું કોઈ એક એવું સંગઠન નથી જ્યાં મહિલાઓને માન મળતું હોય : પ્રગતિ આહીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવતા આજ રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન પ્રગતિ આહીર અને ગાયત્રીબા વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન કરતા કોંગ્રેસ પક્ષે બધાને શીખવ્યું છે જયારે ભાજપ માત્ર નારી સન્માનના નામે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ પક્ષે પ્રથમ મહિલા વડાપ્રધાન, મહિલા રાષ્ટ્રપતિ, મહિલા લોકસભા સ્પીકર સહિત અનેક મહિલા નેતાઓ આપ્યા છે.

આજે જયારે બીજા રાજ્યોમાં ચૂંટણી આવી છે ત્યારે આ બિલના નામે રાજનીતિ કરવા ભાજપ મેદાને આવ્યું માટે વિપક્ષ વિરોધ કરી રહ્યું છે કારણ કે બિલ પાસ થયા પછી અમલવારી ક્યારથી થાય તેની કોઈ સ્પષ્ટતા નથી માટે તાત્કાલિક આ બિલ લાગુ કરવામાં આવે તો વિપક્ષની આજે પણ તૈયારી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીર દ્વારા અનામત બિલ પાસ થાય એ માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષ તૈયાર છે પરંતુ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે કોઈ શરતો નહિ માત્ર 33% અનામત લાગુ આવતીકાલથી જ કરવામાં આવે એ વિપક્ષની માંગ છે પરંતુ ભાજપ આ બિલ પાસ કરી અમલવારી ક્યારે કરશે તેનો કોઈ ચોક્કસ સમય ન આપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વાત રહી નારી સન્માનની તો ચોક્કસ નારીને સન્માન આપવાનું કામ કોંગ્રેસ પક્ષે શરૂ કર્યું છે.