Delhi

૧૫ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં વરસાદ થશે ઃ અંબાલાલ પટેલ

નવીદિલ્હી
૫ ઓક્ટોબરથી વર્લ્ડકપની શરુઆત થવાની છે અને તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ૈંઁન્ની પહેલી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાયા બાદ વર્લ્ડકપની પણ પહેલી અને છેલ્લી મેચ અમદાવાદમાં જ રમાવાની છે. હવે જે રીતે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે તે જાેતા વરસાદ ભારત પાકિસ્તાનની ૧૫મી ઓક્ટોબરે રમાનારી મેચમાં વિઘ્ન ઉભું કરશે કે કેમ તેવો સવાલ દર્શકોને સતાવી રહ્યો છે. આ મામલે જ્યારે અંબાલાલ પટેલને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલે ૧૫મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં વરસાદ વિલન બનશે કે કેમ તે સવાલના જવાબમાં કહ્યું કે, ૫મી ઓક્ટોબરે દરિયાકિનારે પવનનું જાેર રહેશે, ૧૭મી ઓક્ટોબરે પણ દરિયાકિનારે પવનનું જાેર રહેશે, ચોમાસું પાછળ છે એટલે જાે દરિયામાં પવનનું જાેર વધારે રહે અને વાદળો ખેંચાઈ આવે તો કદાચ વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. જાેકે, જે તે સમયે દરિયામાં કેવા હવાના દબાણ ઉભા થાય છે તેના આધારે વધુ સારી આગાહી કરી શકાશે. તેમણે ૫, ૧૧ અને ૧૭ ઓક્ટોબર દરમિયાન દરિયામાં હવાના દબાણ ઉભા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ થશે કે કેમ તે અંગે ચોક્કસ આગાહી કરી નથી પરંતુ તેની આસપાસની તારીખોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જે રીતે અમદાવાદના દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં સફળ રીતે વર્લ્ડકપનું આયોજન થયું તે રીતે હવે અહીં વર્લ્ડકપની મહત્વની મેચો યોજાવાની છે. અમદાવાદમાં વર્લ્ડકપની શરુઆત અને ફાઈનલ મેચ યોજાવાના છે, આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ૫ મેચ રમાવાના છે. વર્લ્ડકપનો પ્રારંભ અમદાવાદના સ્ટેડિયમથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવાનો છે. આ પછી ૧૫મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાના છે. જે બાદ ૪ નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ નવેમ્બરે મેચ રમાવાની છે. ૧૦મી નવેમ્બરે દક્ષિણ આફ્રીકા અને અફઘાનિસ્તાન વચ્ચે મોટેરાના સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ પછી અંતિમ અને વર્લ્ડકપની ફાઈનલ મેચ ૧૯મી નવેમ્બરે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. આ તમામ મહત્વની મેચોને ધ્યાનમાં રાખીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જરુરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

File-01-Page-22-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *