બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. દાંતા તાલુકાના ખેરમાલ નજીક તળાવમાં એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી તળાવ કાઠે આવ્યા હતા. ખેરમાળ ગામે ૧૪ વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાતી મૃત્યુ થયું હતું બાળકનું નામ ગમાર અર્જુનભાઈ જાણવા મળ્યું છે સવારે 9:00 કલાકે ઘરેથી ખેરમાળ ગામે આવેલા તળાવ નજીક બકરા ચરાવવા ગયેલા હતો અને બપોરે 11:00 કલાકે તળાવ નજીક બકરાને પાણી પીવડાવતો હતો અને તેઓ તળાવમાં નાહવા જતા ડૂબી જવાથી થયું મૃત્યુ થયું હતું ત્યારબાદ બપોરે 3:00 કલાકે ગામના તરવૈયા દ્વારા બાળકનું મૃત શરીર બહાર નીકાળવામાં આવ્યું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


