Gujarat

લીલીયા મોટા ડો.બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ની આજુબાજુમાં પહોળાઈ કરવા બાબત પત્ર પાઠવ્યો 

લીલીયા મોટા ખાતે સ્ટેશન રોડ પર આવેલ ડો બાબા સાહેબ ના સ્ટેચ્યુ ની આજુબાજુમાં પહોળાઈ વધારવા બાબત લીલીયા ગ્રામ પંચાયત સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન બગડા દ્વારા સરપંચ ને પત્ર પાઠવાયો પત્ર માં કવિતા બેન દ્વારા જણાવેલ કે અમોએ અગાઉ પણ આપને રજૂઆત કરેલી છે અને અમો ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુની બાજુમાં જગ્યા ખૂબ જ ઓછી છે તો આપ અહીંયા માટીકામ થી ભરતી કરાવી અને એક વીજપોલ છે તેને થોડો અંદર કરાવી એ તો સર્કલ મોટું થઈ જાય અને અનુસૂચિત જાતિ તથા આજુબાજુના વિસ્તાર વાળા અહીંયા આવીને ડો.બાબા સાહેબ આંબેડકર ના ચરણોમાં વંદન કરી શકે તથા અહીંયા બેસી શકે ડો.બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ભગતસિંહ આવા મહાપુરુષોના સ્ટેચ્યુની સાર સંભાળ તથા ધ્યાન રાખવું તે પંચાયત તથા નગરપાલિકાની જવાબદારી હોય છે આ સર્કલ ખૂબ જ નાનું હોવાને કારણે અકસ્માત થવાનો તથા ડો.બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ખંડિત થવાનો ભય હોય તો આપ ને નમ્ર અરજ છે કે તાત્કાલિક માટીકામ તથા ભરતી કરાવી યોગ્ય ન્યાય આપશો તેવું કવિતાબેન બગડા દ્વારા લીલીયા ગ્રામ પંચાયત સરપંચને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230621-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *