Gujarat

માંગરોળ રાણા સમાજ દ્વારા હરસિધ્ધી માતાજી નો ૧૯મોં પાટોત્સવ ધામધૂમ થી ઉજવ્યો. શોભાયાત્રા રાસગરબા મહાપ્રસાદ સહીત સાંજે ૫૦૧ દિવડાઓની સમુહ મહાઆરતી નુ ભવ્ય આયોજન કરાયુ..  

માંગરોળ રાણા સમાજનુ અતિપૌરાણિક હરસિદ્ધી માતાજીનુ મંદિર ગોલારાણા વિસ્તારમા ભોંયરામાં આવેલ હતુ જે મંદિર વર્ષમા એકજ વખત શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ખોલી માતાજી ની આરાધના દશઁન કરવાની પરંપરા રહી હતી ત્યારબાદ ૨૦૦૫ માં માતાજીના સ્થાનને બદલી માત્રી વિસ્તારમા નવા મંદિર ના નિર્માણ સાથે વર્ષોજુની આ પરંપરાને જાળવી રાણા સમાજ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પાટોત્સવ ધામધૂમથી ઉજવવામા આવી રહ્યો છે ત્યારે આજે હરસિધ્ધી માતાજી તથા ખોડીયાર માતાજીના ૧૯મોં પાટોત્સવ અવસરે ધજાઓ સાથે ભવ્ય શોભાયાત્રા, રાસગરબા તેમજ સાંજે બહોળી સંખ્યામા સમાજના ભાઈઓ બહેનો અને મહેમાનોની ઉપસ્થિતીમાં ૫૦૧ દિવડા પ્રગટાવી માતાજીની સમુહ મહાઆરતી નુ ભવ્ય આયોજન કરાયુ હતુ.આ અવસરે રાણા સમાજ દ્વારા સમાજના દાતાઓ, વડીલો,યુવાનો, બહારથી ઉપસ્થિત મહેમાનો અને પત્રકારોને ખેસ પહેરાવી સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાણા યુવક મંડળના પ્રમુખ વિજયભાઇ રાણા અને તેમની ટીમે સફળ અને સુંદર રીતે કર્યુ હતું,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

IMG-20230824-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *