Gujarat

મણિનગર પોલીસે ૨૧ વર્ષીય યુવતીના છેડતીના ગુનામાં રીક્ષા ચાલકની ધરપકડ કરી

અમદાવાદ
પૂર્વ વિસ્તારમાં વધુ એક છેડતીની ઘટના બનવા પામી છે. મણિનગરમાં રીક્ષા ચાલક એ ૨૧ વર્ષીય યુવતીની છેડતી કરતા પરિવારે રંગે હાથ પકડી પડતા મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશન માં ઉભેલા આ શખ્સનું નામ છે શેરખાન પઠાણ છે. જેની ઉમર વર્ષ ૩૫ છે અને મિલત નગરમાં રહે છે અને રીક્ષા ચાલવાનો ધંધો કરે છે. ગુરુવારની રાત્રે મણિનગર પોલીસે ૨૧ વર્ષીય યુવતીના છેડતીના ગુનામાં શેરખાન પઠાણની ધરપકડ કરી છે. આ આરોપી શેરખાન પઠાણ છેલા ૩ માસથી ૨૧ વર્ષીય યુવતીની પજવણી કરી છેડતી કરતો હતો. ત્યારે ગુરુવારની રાત્રે શેરખાન ફરિયાદી યુવતી દક્ષિણી સોસાયટીના રસ્તા પરથી પસાર થઇ રહી હતી, ત્યારે છેડતી કરતા ફરિયાદી યુવતીના બનેવી એ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. ફરિયાદી યુવતી એ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ મુજબ શેરખાન છેલા ૩ માસ થી તેને પજવણી અને છેડતી કરી રહ્યો હતો ત્યારે ૧૫ દિવસ પહેલા ફરિયાદી યુવતી એ પોતાની માતા ને આ બનાવ ની જાણ કરી હતી ત્યારે ફરિયાદી યુવતી ની માતા એ રીક્ષા ચાલક શેરખાન પઠાણ ને ઠપકો આપતા ૧૫ દિવસ પજવણી કરતા બંધ થઇ ગયો હતો. ત્યાર બાદ ફરી હેરાન પરેશાન કરી રહ્યો હતો ત્યારે ફરિયાદી યુવતીએ પોતાના બનેવીને જાણ કરી અને બનેવીએ ગુરુવારની રાત્રે છેડતી કરતા રંગે હાથે પકડીને મણિનગર પોલીસને હવાલે કરતા મણિનગર પોલીસે રીક્ષા ચાલક શેરખાન પઠાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *