Gujarat

“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન આજે છોટાઉદેપુર સહીત ત્રણે વિધાનસભાના ક્ષેત્રોમાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે

છોટાઉદેપુર જીલ્લામાં કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીની અધ્યક્ષતામાં સ્વમીનારાયાણ હોલ ખાતે ઉજવવામાં આવશે.
આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.
આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૩ બુધવાર સવારે ૦૯.૩૦ કલાકે સ્વામીનારાયણ હોલ, બોડેલી રોડ, છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. તેમજ સંખેડાની ડીબી પારેખ હાઈસ્કુલ મુકામે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં, કવાંટ ખાતે ગાયત્રી મંદિર પ્રાંગણમાં જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની કરવામાં આવશે. આમ જીલ્લામાં આ ત્રણે સ્થળે એક સમયે આ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની સાથે સાથે આજે મેરી મીટ્ટી, મેરા દેશનો રાષ્ટ્ર વ્યાપી અભિયાનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.
છોટાઉદેપુરના કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી ઉપરાંત રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ, ડીડીઓ ગંગાસિંહ, પ્રાયોજના અધિકારી સચીનકુમાર, ટીડીઓ, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ સમગ્ર અધિકારી ગણ ઉપસ્થિત રહેશે. વિશ્વ આદિવાસી દિનના સમારંભ બાદ સર્વે મહાનુભાવો ગાઠિયા મુકામે અમૃત સરોવર ખાતે જઈ મેરી મીટ્ટી મેરા દેશ અભિયાનનો પણ આપણા જીલ્લામાં શુભારંભ કરાવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

vishv-aadivasi-din-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *