Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં પીઠવડી ગામેથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.)

પ્રેસનોટ તા.૧૪/૦૭/૨૦૨૩.
શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ, તથા એસ.ઓ.જી.ટીમ, એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, , પીઠવડી ગામથી ધાર ગામ તરફ જવાના રસ્તે રહેતા મજીતભાઇ હુસેનભાઇ લાડક ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખેલ છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
*પકડાયેલ આરોપી ઃ-*
મજીતભાઇ હુસેનભાઇ લાડક, ઉવ.૨૫, ધંધો.મજુરી, રહે.પીઠવડી ગામની બહાર ધાર, ગામ તરફ જવાના રસ્તે તા. સાવરકુંડલા, જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-
  મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
    આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ, તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ., પ્રવિણસિંહ ચૌહાણ તથા જયરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230714-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *