દેવામાં ડૂબેલા પાકિસ્તાન હવે પોતાના શહેરોની ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવી શકવા સક્ષમ નથી. પાકિસ્તાનના મેટ્રોપોલિટન શહેરોમાંથી એક એવા કરાચી શહેરમાં ટ્રાફિક લાઇટની હાલત ખરાબ છે. માર્ગો પર દરરોજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના કાર્યવાહક મુખ્ય પ્રધાન નિવૃત્ત જસ્ટિસ મકબૂલ બકરને ટ્રાફિક અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કરાચીમાં મોટાભાગની ટ્રાફિક સિગ્નલ લાઇટો બંધ છે. પાકિસ્તાનના એક મીડિયા અહેવાલ અનુસાર, કરાચીમાં ૯,૫૦૦ કિલોમીટરનું રોડ નેટવર્ક છે જ્યાં ૪૦ લાખ મોટરબાઈક સહિત લગભગ ૬૫ લાખ વાહનો ચાલે છે.. શહેરમાં ટ્રાફિક સિગ્નલોની કુલ સંખ્યા ૧૩૫ છે, જેમાંથી ૪૪માં કેન્ટોનમેન્ટ વિસ્તારો અને સુરક્ષા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ અડધાથી વધુ સિગ્નલ ખરાબ છે. આવી તૂટેલી સિસ્ટમ પરથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે.
પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન અવારનવાર અન્ય દેશો પાસે ભીખ માંગે છે. તેમની ગરીબી પર દયા કરીને કેટલાક સમૃદ્ધ દેશ તેમને લોન આપે છે. તાજેતરમાં, એવું જાેવા મળ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ માટે દયાથી, ેંછઈએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં મફત કૃત્રિમ વરસાદ આપ્યો. લાહોરના લોકો પ્રદૂષણ અને ધુમ્મસથી પીડિત હતા, તેથી ત્યાં કૃત્રિમ વરસાદ કરવો જરૂરી બન્યો.. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પાકિસ્તાન સરકારે લોકોને પ્રદૂષણથી મુક્ત કરવા માટે એક યોજના બનાવી હતી. આ માટે ૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. પાકિસ્તાન પોતાના ખાસ મિત્ર ચીનની રાહ જાેઈ રહ્યું હતું કે તેઓ તેમના શહેરોમાં કૃત્રિમ વરસાદ કરે. પરંતુ ચીનને બદલે ેંછઈએ લાહોરમાં ૧૦ જગ્યાએ કૃત્રિમ વરસાદ કરાવ્યો અને ત્યાંના લોકોને પ્રદૂષણથી મુક્ત કર્યા. પીટીઆઈના અહેવાલ મુજબ ેંછઈએ આ કામ માટે પાકિસ્તાન પાસેથી એક પૈસો પણ લીધો નથી.

