છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ ખાતે અગ્નિવીર ની ભરતી માટે ની શારિરીક તેમજ લેખિત પરિક્ષાની તૈયારી કરવા માટેની નિવાસી તાલીમ આદિજાતી(ST) પુરુષ ઉમેવારો માટે પસંદગી માટેની લેખિત પરીક્ષા તથા સેમિનાર યોજવામાં આવ્યો હતો,જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા
શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ, પાવીજેતપુર અને જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સહયોગથી આજ રોજ ભારતીય લશ્કર માં “અગ્નિવીર” તરીકે ભરતી થવા ઈચ્છતા આદિજાતી યુવાનો માટે
આદિજાતી વિભાગ,ગુજરાત સરકારની સ્પોન્સરશીપ અને રાષ્ટ્રીય રક્ષા યૂનિવર્સિટી ના સયુક્ત ઊપક્રમે લશ્કર માં અગ્નિવીર ની ભરતી માટે ની શારિરીક તેમજ લેખિત પરિક્ષાની તૈયારી કરવા માટેની નિવાસી તાલીમ આદિજાતી(ST) પુરુષ ઉમેવારો માટે પસંદગી માટેની લેખિત પરીક્ષા તથા સેમિનાર યોજવામાં આવ્યો.
જેમાં ૨૭૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં ૬૫ ઉમેદવારોનું પસંદગી કરવામાં આવી.જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


