પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો દિવસ અને આ દિવસે એક બહેન પોતાના લાડકવાયા ભાઈ ને રાખડી (રક્ષાસુત્ર) બાંધી ને પોતાના ભાઈના દીર્ઘાયુ તેમજ અને સફળ જીવનની પ્રાથના કરે છે ત્યારે ભાઈ પણ પોતાની બહેન ને જીવનભર તેનું રક્ષણ કરવાનું વચન આપે છે આવા ભાઈ બહેનના તહેવારની ઉજવણીનાં સ્વરૂપે બોટાદ જીલ્લાના રાણપુર શહેરની ગીતાંજલી કેમ્પસ-શાળા જે બાળકોમાં ધાર્મિક તહેવારોનું મહત્વ જળવાઈ રહે તે માટે દરેક તહેવારોની ઉજવણી કરે છે ત્યારે આજરોજ શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધવામાં આવી હતી અને બાળકોને ભાઈ બહેનના આ તહેવાર ની સમજ આપવામાં આવી હતી સાથે શાળાના સ્ટાફ મિત્રો અને સંચાલક વલ્લભભાઈ ધરજીયા પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

