Gujarat

મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ – સૂચનો માટે જામનગરવાસીઓ તા.25 જુલાઈ સુધી અરજી કરી શકશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બાબતે મુખ્ય
નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજયની સૂચના અનુસાર તા.16જુલાઈના રોજ જામનગર જિલ્લાના તમામ મતદાર નોંધણી
અધિકારીશ્રી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ ખાતે મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી પ્રસિધ્ધ
કરવામાં આવેલ છે.
આ સુધારા યાદીમાં જાહેર જનતા પાસેથી સલાહ – સૂચનો મેળવવા માટે માન. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઓફીશીયલ
વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ ઉપર ઉપલબ્ધ છે. જેની વેબ લિંક (https://erms.gujarat.gov.in/ceo-
gujarat/master/DraftPSPSL.aspx) મુજબ છે.
જામનગર જિલ્લાની જનતાને મતદાન મથકોની ઉકત પ્રાથમિક સુધારા યાદીમાં કોઈ સલાહ-સૂચનો હોય તો, આગામી
તા.જુલાઈ સુધીમાં નજીકની મામલતદાર/ પ્રાંત અધિકારીશ્રીની કચેરી/ કલેકટર કચેરી ખાતે પોતાના નામ, સરનામા તથા ફોન
નંબરની વિગતો સાથેની લેખિત અરજી કરી શકશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *