ગિજુભાઈ બધેકા જન્મ જયંતિનાં ઉપલક્ષમાં નિપુણ ભારત અંતર્ગત યોજાયેલ વાર્તા સ્પર્ધા 2023 માં પારડી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ હસ્તકની નેવરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શ્રેયા ભૂપેન્દ્રભાઇ પટેલે સી.આર.સી. મોટા વાઘછીપામાં પ્રથમ, પારડી તાલુકામાં પ્રથમ, વલસાડ જીલ્લામાં પ્રથમ નંબર મેળવી ઝોન કક્ષાએ દ્વિતીય નંબર હાંસલ કરી રાજય કક્ષાની સ્પર્ધામાં મિડલ સ્ટેજમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. નેવરી પ્રાથમિક શાળાની આ હોનહાર દીકરીનું તાજેતરમાં રાજ્યનાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રીએ ભવિષ્યમાં તેણી ઉત્તરોત્તર દરેક ક્ષેત્રે ખૂબ નામના મેળવે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.


