Gujarat

વડોદરા ખાતે સમા છાણી રોડ પર પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યાના બાળઠાકર પૃથ્વીરાજબાપુ  ની સ્મૃતિ રૂપે “પૃથ્વીરાજ સર્કલ “નું લોકાર્પણ કરવામાં આવ્યુ

વડોદરા ખાતે પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યાના બાળઠાકર પૃથ્વીરાજબાપુ  ની સ્મૃતિ રૂપે “પૃથ્વીરાજ સર્કલ “નું લોકાર્પણ કરવામાં આવ્યુ. પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય ભયલુબાપુ તેમજ પૂજ્ય પૃથ્વીરાજ બાપુ તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.પૂજ્ય ગાયત્રીબા તેમજ પૂજ્ય દિયાબા સહિત સમગ્ર ઠાકર પરિવાર હાજર રહેલ હતો…
આ સમગ્ર કાર્યક્રમ ના વિશેષ અતિથિ તરીકે પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબા તેમજ પૂ. ભયલુબાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર અને વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેર ના મેયર નિલેશભાઈ રાઠોડ તેમજ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ના  બાળકૃષ્ણભાઈ શુક્લ તેમજ વડોદરા મહાનગર પાલિકા ના ના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ ,  વર્ષાબેન વ્યાસ ,  મહાવીરસિંહ રાજપુરોહિત ,  રશ્મિકાબેન વાઘેલા તેમજ પુર્વ કાઉન્સિલર અરવિંદભાઈ પ્રજાપતિ ,  પન્નાબેન દેસાઈ સહિત રાજકીય મહાનુભાવો હાજર રહેલ…
તેમજ વિહળ પરિવારના સેવક સમુદાય ના વડીલો એવા  મોહનભાઈ પ્રજાપતિ , લખમણભાઈ  પ્રજાપતિ , નરોત્તમભાઈ પ્રજાપતિ , અશોકભાઈ પ્રજાપતિ સહિત ધરમશીભાઈ તુરખિયા , ગિરધરભાઈ સવાણી , પ્રેમજીભાઈ પ્રજાપતિ , પ્રકાશભાઈ જાંજરૂકિયા સહિત વિહળ પરિવાર સેવક સમુદાય ના તમામ વડીલો , ભાઈઓ , માતાઓ , બહેનો , યુવાનો સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા હતાં.પૂજ્ય બા તેમજ પૂજ્ય ભયલુબાપુ દ્વારા તમામ ભાવિકો ને આશિર્વચન પાઠવેલ હતાં.આ સમગ્ર કાર્યક્રમ નો દોર અને પૃથ્વીરાજ સર્કલ બનાવવાની જેહમત નો શ્રેય તેમજ તન મન ધન નું યોગદાન પંચમ ગ્રુપ તેમજ મોકાણી પરીવાર ને આભારી રહ્યો હતો.
તસવીરઃવિપુલ લુહાર

IMG-20230707-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *