આવેદન પત્ર માં જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. ત્યારે ગુજરાત નું દરેક ગુણવતા યુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી ખુબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 26,500 જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે એવી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ૧૧ માસના કરાર આધારીત શિક્ષકોને નિમણુક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો અને રાજ્ય ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરી ટેટ-ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો નું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને તેમનું ભાવી અંધકારમય બની જશે.જેને લઇને ઉમેદવારોએ છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, સાથે આવેદન પત્ર વઘુમાં જણાવ્યું હતુ કે ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાલ હિત અને હજારો ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના ઘરમાં કાયમી શિક્ષક ની ભરતી રૂપી રોજગારનો દીવો પ્રજ્વલિત કરવા માટે 26500 જ્ઞાન સહાયક,કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


