ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જીલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતુ થી જીલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે આર.એસ ડામોર ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે જેતપુરપાવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ નરવાણીયા ગામે રહેતા દિનેશભાઇ નાનજીભાઇ નાયકના મકાનમાં અનીલકુમાર બકુસિંહ પરમાર નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી આર.એસ ડામોર નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સદર જગ્યાએ રેઇડ કરતા અનીલકુમાર બકુસિંહ પરમાર હાલ રહે.નરવાણીયા ગામ નીશાળ ફળીયુ નાનો ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.૧૩,૨૫૬/- નો મુદ્દામાલ મળી આવતા જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


