Gujarat

૨૧ વર્ષીય પરિણીતાએ સાસુ-સસરા અને પતિનો ખેલ ખુલ્લો પાડ્યો

રાજકોટ
રાજકોટમાં માવતર જ કમાવતર બન્યાનો કિસ્સો બહુચર્ચિત બની ગયો છે. હાલ ગુજરાતમાં આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ત્યારે પુત્રવધુના ન્યૂડ શો લાઈવ કરીને રૂપિયા કમાવનારા સાસુ-સસરાની નવી નવી પોલ ખૂલી રહ્યાં છે. રાજકોટમાં પુત્રવધૂના વીડિયો અપલોડ કરવામાં કેસમાં હોટેલના મેનેજરે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સાથે જ પોર્નસાઈટના શો માટે હોટેલમાં અત્યાધુનિક સેટીપલંગ અને ખાસ પ્રકારની ખુરશી બનાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે હોટેલ મેનેજરનું નિવેદન નોંધ્યું છે. જેમાં મેનેજરે કબૂલ્યું કે, હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હતી. પુત્રવધુની ગંદી ક્લિપ વાયરલ કરનાર સસરાની માલિકીની હોટેલમાં આ ખેલ ચાલતા હતા. ત્યારે આ હોટલના મેનેજરે ગંભીર આક્ષેપો કર્યા છે. મેજિસ્ટ્રેટ સમક્ષ હોટેલ મેનેજરનું નિવેદન નોંધાશે. પોલીસ હોટેલ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે. વૈભવી પરિવારના સાસુ સસરા કેવી વિકૃત માનસિકતા ધરાવતા હવે તે હવે ખૂલી રહ્યું છે. હાલ સાસુ-સસરા અને પુત્રના રિમાન્ડ પૂરા થતા ત્રણેયને જેલહવાલે કરાયા છે. પરંતુ સસરાની હોટલમાં વાસનાના ખેલ ચાલતા હતા, જેના થકી ડોલરમાં આવક આવતી હતી. તેની હોટેલના એક રૂમમાં મસાજ પાર્લર બનાવવામાં આવ્યુ હતું. હોટેલમાં ખાસ પ્રકારના સેટી-પલંગ અને ખુરશી પણ બનાવવામાં આવ્યા હતા. પોલીસે મકાનમાંથી તેમજ હોટેલમાંથી વેબકેમ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરમાંથી સેક્સ ટોયઝ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. ૨૧ વર્ષીય પરિણીતાએ સાસુ-સસરા અને પતિનો ખેલ ખુલ્લો પાડ્યો છે. જેના બાદ ભદ્ર પરિવારના સાસુ-સસરા અને પતિની ધરપકડ કરવામાં આવી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *