ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIRની સુવિધાનો પ્રારંભ કરેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકાર શ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે.
*ગુનાની વિગત*
તા.૨૬/૦૬/૨૦૨૩ ના કલાક-૦૧/૦૦ થી કલાક-૦૬/૦૦ વાગ્યા વચ્ચેના કોઇપણ સમયે ખાખબાઈ ગામે વાડી વિસ્તાર માંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીનો ખાટલામાં રાખેલ Mાકંપની નો ગ્રે કલર નો 10-4 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ,રૂ.૫૦૦૦/- નો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ફરીયાદીએ સીટીઝન પોર્ટલમાં “E-HR” દાખલ કરેલ જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૩૦૫૦૨૩૦૨૫૬/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ એ.જી.સોલંકી અનાર્મ હેડ કોન્સ. રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.
ભાવનગર રેન્જ આઇજી, શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા
મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ
નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને
શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું…
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે.એન પરમાર સાહેબ નાઓની રાહબરી હેઠળ ગઇ તા.ર૬/૦ા૨૦૨૩ ના રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી એ.જી.સોલંકી અનાર્મ હેડ કોન્સ. નાઓએ ચોરી થયેલ સ્થળ તપાસ કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
દિનેશભાઇ નાગજીભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો,ખેત મજુરી રહે.ખાખબાઇ પ્લોટ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી
*કબ્જે કરેલ મુદામાલ*
Mi કંપની નો ગ્રે કલર નો 10-A મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-
આ કામગીરી રાજુલા પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ અનોપસિંહ સોલંકી તથા પો.કોન્સ. સહીતભાઇ પરમાર તથા ધર્મેશભાઇ ચારોલા તથા સંજયભાઇ ચાવડા તથા ચંદુભાઇ ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે…..
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


