Gujarat

બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગના ત્રણ સભ્યોને સોના ચાંદીના દાગીના સહીત કુલ કિં. રૂ.૫,૫૦,૬૨૯/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી તથા રાજકોટ જિલ્લાના કુલ – ૪ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-
(૧) અનવભાઇ ગુલાબભાઇ સેતા, ઉ.વ. ૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળા ગઇ તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ પોતાનાં રહેણાક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન ગઈ તા.૦૮/૦૮/૨૦૨૩ ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઈના મકાનમાં ગે.કા. પ્રવેશ કરી, ઘરના કબાટના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિં.રૂ.૨,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે અનવરભાઈએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩. આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
મુજબનો ગુનો રજી.. થયેલ.
(૨) પંકજભાઇ ચંદુભાઇ ટાંકોદરા, ઉ.વ.૩૫, રહે.મોટા આંકડીયા, જૈન દેરાસરની બાજુમાં, તા.જિ.અમરેલી વાળા ગઇ તા.૧૦/૦૮/૨૦૨૩ નાં રોજ રહેણાંક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે હોસ્પીટલના કામથી બહાર ગામ ગયેલ કોય, આ દરમિયાન ગઇ તા.૧૨/૦૮/૨૦૨૩ ની રાત્રીના મકાનના ડેલાનો તથા દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી, ઘરના કબાટમાં રાખેલ રોકડા રૂ.૬૪,૫૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિં.રૂ.૧,૩૫,૪૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૯૯,૯૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોય, તે જ હાર્દિકભાઇ મનુભાઇ સજાણ ના બંધ મકાનના તાળા તોડી રોકડા રકમ તથા દાગીનાની ચોરી કરી લઇ ગયેલ હોય, તેમજ હિરાલાલ પાનસુરીચાના રહેણાંક મકાનમાંથી ચોરી કરી થયેલ હોય, આમ એક જ રાત્રેના ત્રણ મકાનના ધરફોડ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે પંકજમાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં,૧૧૧૯૩૦૦૪૨૩૦ ૪૪૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ.
(૩) ગઈ તા.૧૩/૦૮/૨૦૧૩ ના રાત્રીના ધનશ્યામભાઈ રાણાભાઇ બાલધા, ઉ,૫,૩૭, રહે.જુના વાઘણીયા, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના રહેણાંક મકાનને તાળા મારી, પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન ગઇ તા.૧૪/૦૮/૨૦૧૩ ની રાત્રીના ઘનશ્યામભાઇના રહેણાંક મકાનના ડેલાનું અજાણ્યા ઇસમોએ તાળુ તોડી, મકાનમાં ગે.કા, પ્રવેશ કરી, ઘરના રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂ.૭૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિં.રૂ.૨.૬૫,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૫,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય. જે અંગે ઘનશ્યામભાઇએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧ /૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૨૦, થયેલ.અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક.હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલ નાઓએ જિલ્લામાં બનવા પામેલ ઘરફોડ ચોરીના બનાવ બનતા અટકાવવા ખાસ એકસન પ્લાન બનાવી, ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. બનાવ વાળી જગ્યાની આજુ બાજુના તેમજ એન્ટ્રી એઝિત પોઇન્ટ ના સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ અને સી.સી.ટી.વી. માં દેખાય આવેલ શકમંદ ઈસમોની શોધખોળ શરૂ કરવામાં આવી, જે અન્વયે ગઇ કાલ તા.૨૩/૦૮/૨૦૨૩ નાં રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન આંકડીયા ગા, કુંકાવાવ રોડ ઉપરથી મોટર સાયકલમાં ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ચોરીના સાધનો સાથે પકડી પાડી, મજકુર ઈસમોની સધન પુછ પરછ કરતા બગસરા, મોટા આંકડીયા, વાણીયા તેમજ ગોંડલની ચોરીઓની કબુલાત આપતા, ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ, સાઘનો તેમજ ચોરીમાં ગયેલ રોકડ રકમ, સોના ચાંદીના સહિતનો મુદ્દામાલ રીકવર કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ–
(૧) ગોવિંદસીંગ નાનકસીંગ બાવરી (સીકલીંગર), ઉ.વ.૨૪, રહે.વડોદરા, ઘાઘરેટીયા, ઇન્દ્રનગર, સોમાતળાવ, હાલ રહે.મોટી કુંકાવાવ, ભીમરાવનગર, વિજયભાઇ અમરાભાઇ લુહારના મકાનમાં, તાવડીયા, જિ. અમરેલી.
 (૨) ગુરૂમુખસીંગ કિશોરસીંગ ટાંક (સીકલીગર), ઉ.વ.૨૯, રહે.વડોદરા, વારસીયા, પાપલોર બેકરીની પાછળ, બીમા વાખાના પાછળ, તા.જિ.વડોદરા, હાલ રહે, મોટી કુંકાવાવ, ભીમરાવનગર, વિજયભાઇ અમરાભાઇ લુહારના મકાનમાં, તા.વડીયા, જિ.અમરેલી,
(૩) સુરેન્દ્રસીંગ સંતોકસીંગ ડાંગી (સીકલીગર), ઉ.વ.૨૯, રહે.ગોંડલ, જામવાડી, તા.ગોંડલ, જિ.રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૨૦,૪૭૦ / –
(૨) એક સોનાનું મંગળસુત્ર, વજન ૫૪,૮૦૦ ગ્રામ જેની કિ.રૂ.૨,૪,૨૬૦/-
(૩) એક જોડી સોનાની ઘુઘરી વાળી કડલી, વજન ૪૦.૨૦૦ ગ્રામ જેની કિ.રૂ.૯૨,૨૭૫/- (૪) એક સોનાની વીટી, વજન ૧૯૦૦ ગ્રામ જેની કિં૨-૯૬૦૦/-
(૫) એક જોડી સોનાની બુટ્ટી, વજન ૨.૪૦ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૮૫૬/-
(૬) એક સોનાનો મીલનટોન ચેઇન, વજન ૫.૬૦૦ ગ્રામ જેની કિ.રૂ.૨૯,૮૫૪૪-
(૭) એક સોનાનો વીલટોન ચેઇન, વજન ૮.૯૦૦ ગ્રામ જેની કિ.રૂ.૪૭, ૨૨:૩૬ —
(૮) બે સોનાની લગડીના ટુકડા, વજન ૧૦.૦૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫૯,૦૦૦/ –
(૯) બે સોનાની નય, વજન ૭,૨૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૧૮૦/-
(૧૦) ચાંદીના નાના મોટા સીક્કા નંગ -૯, વજન ૨૨.૭૦૦ ગ્રામ જેની કિં.રૂ.૧,૫૪૦/-
(૧૧) ચાંદીના છડા, કડલી નંગ -૨, જાજરી નંગ -૨, વજન
૧૧૧.૧૦૦ ગ્રામ જેની કિ.રૂ.૩,૮૫૦/-
(૧૨) ધાતુના લટકણ -૧, ધાતુની વીટી – 1, ધાતુનો ચેઇન – ૧, કિં.રૂ.૦૦/-
(૧૩) એક કાપડની થેલી, ક્રૂિ.રૂ.૦૦/ –
(૧૪) એક લોખંડનું વાંદરીપાળુ, કિં.રૂ.૨૫૦/-
(૧૫) ડીસમીસ નંગ – ૨, કિં.રૂ.૧૦૦/-
(૧૬) ઓપો કંપનીનો એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ – ૨, કિં.રૂ. ૧૦,૦૦૦/-
(૧૭) એક હોન્ડા કંપનીનું લીવો ૩ આઇ.ડી, મોડલનું મોટર સાયકલ જેના રજી, નં.જીજે ૧ કે.સી,૦૪૧૬,
કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૫૦,૭૨૯/- નો મુદ્દામાલ.
→પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, ત્રણેયે સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે. (૧) ગઈ તા.૦૮/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય બગસરામાં એક સોસાયટીના બંધ મકાનના તાળા તોડી સોનાના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૨૦૩/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયે છે.
(૨) ગઇ તા.૧૨/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય મોટા આંકડીયા ગામે ત્રણ બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા કમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ
ગુ.ર.નં,૧૧૧૯૩૦૦૪૨૩૦૪૪૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. (૧) ગઇ તા.૧૪/૦૮/૨૦૨૩ ની રાત્રીના ત્રણેય વાઘણીયા ગામે ત્રણ બંધ મકાનો તથા એક તબેલાના તાળા તોડી
સોનાના ચાંદીના દાીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ
ગુ.ર,નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૮૧/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે. (૨) ગઇ તા.૧૦/૦૮/૨૦૨૩ ની રાત્રીના ગોંડલ, માર્કેટીંગ યાર્ડની સામે આવેલ ખોડીયારનગર સોસાયટીમાં ચોરી કરવા ગયેલ, ત્યાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ, અને એક બંધ મકાનનું તાળુ તોડી ચોરી કરવા જતા આજુ બાજુમાંથી માણસો આવી જતા અને દેકારો થતા ભાગી ગયેલ અને આ વિસ્તામાંથી બીજી એક મોટર સાયકલની ચોરી કરેલ બાદમાં ચોરી પૈકીની એક મોટર સાયકલ જેતપુર રોડ ઉપર મુકી જતા રહેલ હોય, ગોંડલ સીટી પો.સ્ટે. (જિ.રાજકોટ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૩૦૯૭૧ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી. થયેલ છે.
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી પૈકી ગોવિંદસીંગ નાનકસીંગ બાવરી વિરૂધ્ધ નીચે મુજબના ઘરફોડ ચોરીનો ગુનો રજી, થયેલ છે. (૧) પાણીગેટ પો.સ્ટે. (વડોદરા શહેર) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૧૦૨૮૩/૨૦૨૧, આઇ. પી. સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ,
પકડાયેલ ઇસમો કુંકાવાવ ગામે ભાડાના મકાનમાં રહેતા અને કોન્ટ્રાકટ બૅજ ઉપર ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા હતા તેમજ ફુગા વેચવાનો ધંધો કરતા હોય, અને રાત્રી દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માથા તથા મોઢા ઉપર બુકાની બાંધી, મોટર સાયકલ લઇ કુંકાવાવથી નિકળી આજુ બાજુમાં ગામડાઓમાં આંટા ફેરા મારતા, અને જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. મજકુર આરોપીઓ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરવા માટે ચોરીના સાધનો સાથે નિકળેલ હોય, મજકુર આરોપીઓ ચોરીને અંજામ આપે તે પહેલા જ આરોપીઓને એલ.સી.બી. ટીમે પકડી પાડી, ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરેલ છે. મજકુર આરોપીઓએ બગસરા ટાઉનમાં ત્રણ મકાનો, બગસરા તાલુકાના વાઘણીયા ગામે ત્રણ મકાનો તથા એક તબેલામાં તથા અમરેલી તાલુકાના આંકડીયા ગામે ત્રણ મકાનો તેમજ ગોંડલમાં એક મકાન તથા બે મોટર સાયકલો મળી ૧૧ મકાનો તથા ૨ મોટર સાયકલ મળી કુલ – ૧૩ ચોરી / ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબુલાત આપેલ છે
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી, પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. ભગવાનભાઈ ભીલ, મહેશભાઈ સરવૈયા, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનિષભાઇ જાની, તુષારભાઈ પાંચાણી, કિશનભાઈ આસોદરીયા, આદિત્યભાઈ બાબરીયા, જાહીદભાઈ મકાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રાહુલભાઈ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230824-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *