વિખુટા પડેલા બે સિંહ બાળ ને તેની માતા સિંહણ સાથે અને પરિવાર સાથે મિલન કરાવ્યું
ઉના અમોદ્રા ગામ નજીક ની વાડી માં મોડી રાત્રે સિંહ પરિવાર એ શિકાર ની શોધ માં આવેલું હતું તિયારે તે અમોદ્રા ગામ નજીકj ગાય નું શિકાર કરી મિજાબાની માણી અને વહેલી સવાર થતા સિંહ ઓ તેમના બચ્ચા ને મૂકી નજીક ની વાડી માં જતા રહિયા અને બંન્ને સિંહ ના બચ્ચા વિખુટા પડિયા..
અમોદ્રા ગામ ના ખેડૂત અને વાડી માલિક ઇંદ્રજીતભાઈ બાલુભાઈ સોલંકી ની માલિકી ની વાડી માં સિંહ પરિવાર તેના બચ્ચા મૂકી બાજુ ની વાડી માં જતા રહિયા વાડી માલિક વહેલી સવારે પોતાની વાડી માં વાડી નો ફરતો આટો મારતા તેને સિંહ ના બચ્ચા નઝરે આવતા વાડી માલિકે તાત્કાલિક ઉના નવાબંદર રાઉન્ડ ના વન વિભાગ ને જાણ કરતા જસાધાર રેંન્જ ના આર એફ ઓ ભરવાડ સાહેબ ની સૂચના મુજબ વનવિભાગ નો સ્ટાફ.એચ.ડી. બારોટ. ડી.પી સરવૈયા. એચ. ડી કલાડિયા. વી. ડી જાદવ. બી. જી ગોહિલ. એમ. બી. વાજા. જે. પી. ચાવડા. જીગ્નેશ ડાભી. પી. બી. દમણીયા. તાત્કાલિક અમોદ્રા સ્થળ ઊપર પોચી બંન્ને સિંહ ના બચ્ચા ને પાંજરા માં લઇ સિંહ પરિવાર ને ફૂટ માર્ગ દ્વારા ગોતી અને રાત્રે સિંહ ના બચ્ચા નું તેની માતા સિંહણ અને તેના પરિવાર સાથે નવાબંદર રાઉન્ડ ના વન વિભાગ એ મિલન કરાવ્યું વાડી માલિકે વન વિભાગ નો આભાર વ્યક્ત કર્યો

