Gujarat

અંબાજી ખાતે ઉભેલી સ્વીફ્ટ કાર મા લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહુચી આગ પર કાબુ મેળવ્યો

ગર્મી ની શરૂઆત થતા રોડ રસ્તાઓ વચ્ચે ચાલતી કાર અને બાઈક પર આગ લાગવાની ઘટનાઓ વધારે સામે આવી રહી છે. જેમાં મોટાભાગે સીએનજી કાર અને બેટરી થી ચાલતી કારો અને બાઇક નો સમાવેશ મોટા ભાગે થતો હોય છે. તો સાથે સાથે પેટ્રોલ ડીઝલ ની કારો માં પણ ઇજન મા શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાની  ઘટનાઓ બનતી હોય છે.  બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા મા ફરી કાર મા આગ લાગવા ની ઘટના સામે આવી છે. અંબાજી ની કર્ણાવતી હોટલ આગળ કાર મા આગ લાગવા ની ઘટના સામે આવી છે.
દાંતા તાલુકા મા કાર મા આગ લાગવાની ઘટના મા વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી  દાંતા તાલુકા માં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ સામે આવેલી હોટલ કર્ણાવતી આગળ ઉભેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉભેલી કારમાં આગ લાગતા આજુબાજુના લોકોએ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડ ઘટના દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર ફાયર બિગેડ ઘટના સ્થળે પહોંચવાના કારણે મોટી જાનહાની ટલી હતી. કાર મા આગ લાગવાની ઘટના ને લઇ કારમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી પણ શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_2023_0421_204502.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *