આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું પર્વ છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ તહેવાર ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટાભાગની કુંવારી યુવતીઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને શિવ શંકરની પૂજા કરે છે. ત્યારે જુનાવાઘણીયા ના ભીડભંજન મહાદેવ શિવાલયો વહેલી સવારથી જ હરહર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.. જુનાવાઘણીયા ભીડભંજન મહાદેવ નાથ ના મંદીરે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શંકર ના દર્શને ઉમટયા હતા. નદીના કિનારે આવેલ અંદાજે 300 વર્ષ જુના આ મંદિર માં મહાશિવરાત્રીના દિવસે દર વર્ષે ભક્તિમય કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આજે મંદિર માં ભક્તો ને મંદિર માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.ભક્તો એ શિવાલય માં દૂધ, જળ, બીલીપત્ર સહિત પંચામૃત નો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી..દર વર્ષે મંદિર
રાત્રે 12:00 વાગ્યાની આરતી નો લાભ લીધો હતો
ભગવાન શંકરની ભક્તો મહાદેવ ના દર્શન નો લાભ લેતા હોય છે જોકે આ વખતે કોરોના ની મહામારી ને કારણે મહાશિવરાત્રી ભીડભંજન મહાદેવ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ચાર પ્રહરની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો ભક્તો લાભ લઇ શકશે..
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


