૨૬ ફેબ્રુઆરીએ ગોધરા રામસાગર તળાવમાં સ્વચ્છતા અભિયાન.
સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં ૨૬ ફેબ્રુઆરી રવિવારના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવશે.
આ અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. ૨૬ ફેબ્રુઆરી,રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તો રામસાગર તળાવના કિનારે તથા ઝુલેલાલ ઘાટ પર જામેલી લીલ, કીચડ,પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી “સ્વચ્છ જળ-સ્વચ્છ મન” નો સંદેશ આપશે.
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે આજીવન સમાજ કલ્યાણના અનેક કાર્યો કર્યા છે,જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો આરંભ મુખ્ય હતો.તેમની પ્રેરણાથી દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સંત નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમૃત પરિયોજના અંતર્ગત સમગ્ર ભારતના લગભગ ૧૦૦૦ સ્થળો ઉપર ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યોમાં વિશાળ રૂપમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં નિરંકારી મિશનના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેવા કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર,અલગ અલગ ઝરણાઓ,પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવાશે.
આ અભિયાનમાં મુખ્યત: ઉત્તરી ક્ષેત્રથી બ્યાસ,ગંગા, યમુના, ધાધરા, કેન્દ્રીય ક્ષેત્રમાં ચંબલ, બેતવા, નર્મદા, કૃષ્ણા, તાપી, સોન નદી, પશ્ચિમી ક્ષેત્રથી સાબરમતી,મહી પૂર્વી ક્ષેત્રથી મહા, ગોદાવરી અને દક્ષિણી ક્ષેત્રથી કૃષ્ણા, કાવેરી, કોલ્લીદ્મ વગેરે પ્રમુખ નદીઓને સંમિલિત કરવામાં આવી છે.
‘અમૃત પરિયોજના’ અંતર્ગત ભારતના દક્ષિણી ક્ષેત્રોના મુખ્ય તટબંધોની સ્વચ્છતા જેમાં સુરત, મુંબઈ થી લઇ ગોવા સુધીના કોંકણ બેલ્ટ, માલાબાર તટના કર્ણાટક, કેરળની તટીય રેખાઓ અને અરબ સાગરની પશ્ચિમી ઘાટની સીમાને તથા કોરોમંડળ તટના દક્ષિણી પૂર્વીય તટીય ક્ષેત્રોને સ્વયંસેવકોની ટીમ દ્વારા આવરી લેવામાં આવશે.આ ઉપરાંત પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં કાવેરી ડેલ્ટાને પણ કવર કરવામાં આવશે.
આ પરિયોજના પર્યાવરણના સંતુલન,પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા માટે થવા જઈ રહ્યું છે તે એક પ્રશંસનીય તથા પ્રોત્સાહન આપનારો પ્રયત્ન છે.વર્તમાન સમયમાં આપણે આવી જ લોક કલ્યાણકારી પરિયોજનાઓને ક્રિયાન્વિત રૂપ આપી આપણી આ સુંદર ધરતીની હાની થતાં બચાવી શકીએ છીએ,સાથે સાથે પ્રાકૃતિક સંસાધનોના દુરુપયોગ પર પણ રોક લગાવી શકીએ છીએ.


